કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ટંકારાના દંપત્તિને મારામારીમાં ઈજા: સારવારમાં

કાર ચાલકે બાઈકસવાર વૃદ્ધને ઘાયલ કર્યા: રાતના લપાતા- છુપાતા ચાર પકડાયા

ટંકારા: મોરબીના શનાળા ગામ પાસે આવેલ ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજની સામેના ભાગે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં

ટંકારાના રહેવાસી રીનાબેન વિનોદભાઈ કડેવાર (ઉંમર ૪૦) તેમજ પ્રેમ વિનોદભાઈ કડેવાર (ઉમર ૨૦) ને ઈજાઓ થઈ હતી જેથી બંનેને મોરબીની

સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.આ બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના

હરેશભાઈ ચાવડાએ નોંધ કરીને પ્રાથમિક તપાસ કરી હતી.

કાર ચાલકે બાઈકસવાર વૃદ્ધને ઘાયલ કર્યા

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક બાઈક લઈને જઈ રહેલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી મુકેશગીરી હીરાગીરી ગૌસ્વામી ઉ.60ને જીજે – 36 – એએલ – 0340 નંબરની કારના ચાલકે પાછળથી ઠોકર મારી પગના ગોળામાં ફ્રેક્ચર કરી નાખવાની સાથે ગંભીર ઇજાઓ પહોંચાડી કાર લઈને નાસી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રાતના લપાતા- છુપાતા ચાર પકડાયા:

(1) રોહિશાળાના સકરીયા મેથુભાઈ મહેડા હીરાપર ગામના પાટિયા પાસેથી (2) રોહિશાળા શૈલેષભાઈની વાડીમાં રહેતા ચીમન મુનસિંઘ મહેડા લતીપર ચોકડી પાસે હીરા-માં કોમ્પ્લેક્સ પાસેથી

(3) નેકનામ જેએમડી પોલીપેકના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ગુડુ સવલસીંગ બગેલ નેકનામના ઝાંપા પાસેથી (4) રોહિશાળાના ઇન્દ્રસિંગ મેથુભાઈ મહેડા હીરાપર ગામના પાટિયા પાસેથી રાતના અંધારામાં મિલ્કત સંબંધી ગુન્હો કરવાના ઇરાદે લપાતા- છુપાતા ભટકતા પકડાયેલ છે
દારૂ સાથે:
વીરપર ગામના પાવર હાઉસની બાજુમાં રહેતા પુરીબેન સામંતભાઈ કેશુભાઈ જખાણીયા 35 દેશી દારૂની કોથળીઓ સાથે પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
ધુનડા (ખાનપર) ના મગનભાઈ કરશનભાઇ ભૂભરીયા જાતે રબારી (2) વાંકાનેર પંચાસરના એઝાઝ ઉસ્માન સિપાઈ સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી

ખાખરા ગામે જુગાર રમતા છ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસે બાતમીના આધારે ખાખરા ગામની સીમમા પાટીવાળી વાડી તરીકે ઓળખાતી દક્ષભાઈ બીજલભાઇ રાઠોડની વાડીની બાજુમાં જાહેરમા જુગાર રમતા જયેશભાઇ હીરાભાઇ પેઢડીયા રહે.થોરીયાળી તા. પડધરી, દક્ષભાઈ બીજલભાઈ રાઠોડ ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે.ખાખરા તા.ટંકારા, લખમણભાઇ બાબુભાઇ ગોખરા ઉ.વ.૩૪ રહે. આણંદનગર, વિજયભાઇ સવસીભાઇ રાઠોડ ઉ.વ.૪૦ રહે.ખાખરા તા. ટંકારા, રાણછોડભાઇ રવજીભાઈ પીપળીયા ઉ.વ.૬૪ રહે લતીપર ગામ તા.ધ્રોલ, લક્ષ્મણભાઇ વાઘજીભાઇ માકાસણા ઉ.વ.૬૬ રહે.મોરબી ઘુનડા રોડવાળાને રોકડા રૂ.૬૬૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!