ટંકારા : ટંકારાની નજીક આવેલા દ્વારકાધીશ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં બપોરના સમયે ઓચિંતી આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.
રૂનો જથ્થો અહીં મોટા પ્રમાણમાં સળગી ગયો છે. હાલ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉનાળામાં ગરમી શરૂ થતાં જ આગની ઘટનાઓ સામે આવી રહી છે. આ જીનમાં આગ લાગવા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.