કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

બોલેરો સર્પાકારે ચલાવતા ટંકારાનો શખ્સ પકડાયો

વડસરના તળાવ પાસેથી સાથે બેઠેલ પીધેલ પકડાયા

વાંકાનેર: વાંકાનેરથી જડેશ્વર જતા રોડ પર વડસરના તળાવ પાસે ગોલાઇમાં એક બોલેરો કારનો ચાલક પોતાના હવાલાવાળી બોલેરો કાર સર્પાકારે ચલાવી આવતો પકડાયો છે.

જાણવા મળ્યા મુજબ ટંકારા, મઠવાળી શેરીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગ કરતા અરશદ ઉર્ફે સદ્દામ લીયાકતભાઇ ખલીફા (ઉ.વ.૩૧) કેફી પીણું પીધેલ હાલતમાં કાર ચલાવવાના ડ્રાઇવીંગ લાઇસન્સ વગ૨ પોતાના હવાલાવાળી મહીન્દ્રા બોલેરો કાર રજી.નંબર જી.જે. ૩૬ એ.એલ. ૮૯૨૯ કી.રૂ.૫,૦૦,૦૦૦ વાળી જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા એમ.વી.એકટ કલમ ૧૮૫,૩,૧૮૧ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬ ૧ બી મુજબ ગુન્હો નોંધી કાર પોલીસ ખાતાએ જપ્ત કરી છે…..


તેમજ જ સ્વીફ્ટ કારમાં બેઠેલ (૧) સોકત ફીરોજભાઈ શેખ (૨) ઉસ્માનભાઈ ગનીભાઇ મકવાણા તથા (૩) જીગ્નેશ નીતીનભાઇ વાઘેલા નાઓ પણ કેફી પીણું પીધેલ હાલતમાં હોય અલગથી ફરીયાદ થયેલ છે. તેમ જ કારમાં ડ્રાઇવીંગ સીટ નીચેથી બીયર ટીન નંગ-૧ મળી આવેલ છે…

આ કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેશનના આર્મ પો.કોન્સ. દીનેશભાઈ ધીરૂભાઈ લોખીલ, પો.કોન્સ. વીજયભાઇ ડાંગર, તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે….

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!