ગાંધીનગર: રાજ્ય ચુંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ટંકારા નગરપાલિકાના વોર્ડના સીમાંકન, અનામત બેઠકોની ફાળવણીના તા. ૧૩-૧૧ ના રોજ પ્રાથમિક આદેશને રદ કરતો હુકમ કરવામાં આવ્યો છે…
ટંકારા નગરપાલિકાની રચના સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના તા. ૧૩-૦૩૦૨૦૨૪ ના જાહેરનામાંથી કરવામાં આવી છે જેમાં ટંકારા ગ્રામ પન્કાહ્યાત, આર્યનગર ગ્રામ પંચાયત અને કલ્યાણપર ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમજ તા. ૧૭-૦૮-૨૪ ના ટંકારા પાલિકાના વોર્ડ, બેઠકો (અનામત બેઠકો સહીત) નક્કી કરવામાં આવી હતી જેના આધારે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૭ ની જોગવાઈ હેઠળ રાજ્ય ચુંટણી આયોગે તા. ૧૩-૧૧-૨૪ ના આદેશથી પાલિકાની ચુંટણી માટે વોર્ડોનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કર્યો હતો…
સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના તા. ૧૪-૧૧-૨૦૨૪ ના જાહેરનામાંથી વંચાણ ૧ વાળું જાહેરનામું રદ કરી મોરબી જીલ્લાની ટંકારા ગ્રામ પંચાયત અને આર્યનગર ગ્રામ પંચાયતને ભેળવી ટંકારા પાલિકાની રચના કરી છે જેથી જાહેરનામામાં સમાવેશ કરેલ કલ્યાણપર ગ્રામ પંચાયતનો જાહેરનામાંમાં સમાવેશ કરેલ નથી…
નવીન અસ્તિત્વમાં આવેલ ટંકારા પાલિકામાંથી સરકારના જાહેરનામાં મુજબ કલ્યાણપર ગ્રામ પંચાયત દુર કરવામાં આવતા રાજ્ય ચુંટણી આયોગના તા. ૧૩-૧૧-૨૪ નો ટંકારા નગરપાલિકાની ચુંટણી માટે શહેર્નક વોર્ડનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ મૂળ અસરથી આથી રદ કરવામાં આવે છે જાહેરનામાં અન્વયે ટંકારા પાલિકાના વોર્ડની સંખ્યા અને બેઠકો નક્કી થયા બાદ આગળની કાર્યવાહી કરાશે તેવો આદેશ રાજ્ય ચુંટણી આયોગના સચિવ જી સી બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે…