મોરબી: અહીં સનાળા ગામથી આગળ રાજકોટ રોડ ઉપર આવેલ સ્પામાં પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કામ કરતા સ્ટાફની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય બંને સ્પાના સંચાલકોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેની ધરપકડ કરેલ છે…
જાણવા મળતી માહિતી મુજબ જિલ્લા કલેકટર દ્વારા અગાઉ મોરબી શહેર તથા જિલ્લામાં આવેલા સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તેની અમલવારી ઘણી જગ્યાએ ન થતી હોવાના કારણે પોલીસ વિભાગ દ્વારા સ્પાના સંચાલકો સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું જોવા મળ્યું છે….
મોરબીના રાજકોટ રોડ ઉપર થ્રીલ એન્ડ ચીલની સામેના ભાગમાં આવેલ સેવન સ્ટાર સ્પામાં પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કામ કરતા કર્મચારીઓની સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે માહિતી આપવામાં આવેલ ન હતી જેથી સ્પાનાં સંચાલક મુસ્તાક આદમભાઈ માંડકિયા (41) રહે. ટંકારા પોલીસ લાઈનની બાજુમાં ટંકારા વાળાની સામે ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…