ટંકારા: અહીં રહેતા એક યુવાનને લીંબડી નજીક આવેલ હોટલે મારામારીમાં ઇજા થતા સારવારમાં મોરબી દાખલ થયેલ છે…
જાણવા મળ્યા મુજબ ટંકારાનો રહેવાસી સદામ કરીમભાઈ ફકીર નામનો ૧૯ વર્ષનો યુવાન મારામારીના બનાવમાં ઈજા પામતા તેને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોલીસને જણાવ્યા પ્રમાણે, ગઇકાલ તા.૧૬ ના રાત્રીના
દસેક વાગ્યના અરસામાં લીંબડી નજીક આવેલ હોટલે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં તેને ઈજાઓ પહોંચતા અત્રે સારવાર માટે લાવવામાં આવેલ છે. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા પ્રાથમિક તપાસ કરી હતી અને આ સંદર્ભે આગળની તપાસ માટે લીંબડી પોલીસને જાણ કરવામાં આવી હતી…