શાળાની એક વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતના પ્રથમ 477 માં
ટંકારા : તાજેતરમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી CGMS-2025 પરીક્ષા પરિણામમાં ટંકારાની અમરાપર પ્રાથમિક શાળાએ ફરી એકવાર સમગ્ર તાલુકામાં ગૌરવપ્રદ પરિણામ હાંસલ કર્યું છે. આ શાળાના કુલ 21 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 10 વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવ્યું છે.
ખાસ ઉલ્લેખનીય છે કે, શાળાની એક વિદ્યાર્થીનીએ સમગ્ર ગુજરાતના પ્રથમ 477 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવવાનું ગૌરવ મેળવ્યું છે. વધુમાં, બે વિદ્યાર્થીઓએ 90 કરતાં વધુ ગુણ, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓએ 80થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. ઉપરાંત, અન્ય છ વિદ્યાર્થીઓએ 60થી વધુ ગુણ પ્રાપ્ત કરી સંભવિત મેરીટમાં સ્થાન મેળવ્યું છે…
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ ગાંભવા સાહેબ તથા તમામ શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને ઉષ્માભર્યા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમને ઉજ્જળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી…