વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકેથી ડમ્પર સહિત ખરાબામાં લઇ જઈ માર માર્યો
વાંકાનેર: ચોટીલા તાલુકાના એક રબારીને વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકેથી બે શખ્સોએ ડમ્પર સહિત ઉપાડી એરપોર્ટ પોલીસ ચોકીથી આગળ બામણબોર જવાના રસ્તે લઇ જઈને ધોકાથી બંન્ને પગે નળામાં, સાથળના ભાગે, વાંસામાં તથા હાથના ભાગે માર મારી મોબાઈલ પડાવી લેવાનો બનાવ બન્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સવશીભાઈ કાનાભાઇ ઘાંઘળ જાતે રબારી (ઉ.વ.-૩૭) ધંધો. ડ્રાઇવીંગ રહે, જાનીવડલા તા.ચોટીલા વાળાએ ફરિયાદ કરેલ છે કે પોતે રાજકોટના મહેશભાઇ બોઘરાની ટાટા ડમ્પર (આયવા) રજી.નં.GJ-03-BV-4851 વાળી મહી ને રૂપીયા બાર હજાર પગારથી રેતીમાં છેલ્લા પાંચ છ વર્ષ થી ચલાવે છે.
ગઇ તા:-૦૪/૧૧/૨૦૨૩ ના ચોટીલાથી ઉપરોક્ત ડમ્પરનું વ્હીલ સર્વીસ રાજકોટ ખાતે કરાવવા પોતે એકલો નીકળેલ. સવારના દસ- સાડા દસ વાગે વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકે ટ્રાફીક જામ હોય જેથી રોડ ઉપર ગાડી ઉભી રાખેલ. આ વખતે પાછળથી જાનીવડલાના નારણભાઇ બેચરભાઇ તથા નાનુભાઇ કમાભાઇ ગાડીમાં ચડી ઘુસતા મારી કેબીનમાં સાઇડમાં બેસાડીને અને એરપોર્ટ પોલીસ ચોકીથી આગળ બામણબોર જવાના રસ્તે અને પછી ગાડીમાંથી નીચે ઉતારી સાઇડમાં ખરાબામાં લઇ ગયેલ. અને આ વખતે એક સફેદ કલર ગાડી આવી, જેમાંથી નાજાભાઇ માત્રાભાઇ ધાંધલ તથા વિપુલભાઇ ખીમાભાઇ ઉતરેલ. બે જણાએ ફરિયાદીને પકડી રાખેલ અને નાજાભાઇ માત્રાભાઇ તથા વિપુલભાઇ ખીમાભાઇએ બંન્ને પગે નળામાં, સાથળના ભાગે, વાંસામાં તથા હાથના ભાગે ધોકાથી મુંઢમાર મારેલ અને એન્ડ્રોઇડ મોબાઇલ જેની કીંમત રૂ.૨૦,૦૦૦ વાળો લઇ લીધેલ. પછી આ ચારેય જણા ફરિયાદીને મુકીને જતા રહેલ.
અડધી કલાક પછી બીજી ગાડીના ડ્રાઇવર જેઠાભાઇ રામભાઇ આલ રહે. નવાગામ વાળા આવેલ અને ચોટીલા સરકારી દવાખાને પ્રાથમીક સારવાર લઈને ત્યાંથી વાંકાનેર દવાખાને તેમના કુટુંબીજનો હોસ્પીટલમાં લાવેલ હતા. આ બનાવનું કારણ નારણભાઇ બેચરભાઇની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાનો ખાર રાખી આ ચારેયે ફરિયાદીને માર મારેલ છે, તેવું ફરિયાદમાં લખાવેલ છે. પોલીસખાતાએ ધોરણસરની કાર્યવાહી શરુ કરેલ છે.
દેશી દારૂ સાથે પકડાયા
વીરપરના પ્રવીણભાઈ ભીમાભાઇ દેકાવાડીયા સરતાનપર રોડ વિહત હોટલ પાછળથી 25 કોથળી અને વીરપરના જ ઝાલાભાઇ ઉર્ફે લાલો જાગાભાઈ ડાભીને રાતાવીરડા ગામની સીમમાંથી 25 કોથળી દેશી દારૂ સાથે પોલીસખાતાએ પકડેલ છે