કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મોરબી જિલ્લા પ્રથમ આરટીઓ તરીકે તપનકુમાર મકવાણા

મોરબી જિલ્લા પ્રથમ આરટીઓ તરીકે તપનકુમાર મકવાણા

ફેન્સી નંબર માટે તા. ૧૧/૦૧/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી : ગુજરાત સરકારના બંદર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વર્ષ 2025ના અંતિમ દિવસે 17 અધિકારીઓને બઢતી સાથે બદલી કરવા હુકમ કર્યા છે જે અન્વયે મોરબી જિલ્લાને એઆરટીઓ કચેરી આરટીઓ તરીકે અપગ્રેડ થયા બાદ પ્રથમ આરટીઓ તરીકે હિંમતનગરથી તપનકુમાર મકવાણાને મુકવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના બંદર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બુધવારે સાંજે 17 આરટીઓ અધિકારીને વર્ગ 1માં બઢતી સાથે બદલી કરવા હુકમ કરવામાં આવ્યા છે. દરમિયાન મોરબી એઆરટીઓ કચેરીને ગુજરાત સરકારે એપ્રિલ મહિનામાં અપગ્રેડ કર્યા બાદ આજે થયેલ બઢતી બદલી હુકમ અન્વયે હિમતનગરથી તપનકુમાર મકવાણાની મોરબી આરટીઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

ફેન્સી નંબર માટે તા. ૧૧/૦૧/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
મોરબીના ટુ-વ્હીલર માટે GJ36BA, AQ, AN, AM, AS તથા ફોર વ્હીલર માટે GJ36AR, AL, AP, AJ તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36X, GJ36V સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા:-૦૯/૦૧/૨૦૨૬ થી શરૂ થઇ ગઈ છે. તા. ૦૯/૦૧/૨૦૨૬ થી તા. ૧૧/૦૧/૨૦૨૬ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૧૧/૦૧/૨૦૨૬ થી તા. ૧૩/૦૧/૨૦૨૬ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. ૧૩/૦૧/૨૦૨૬ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!