દીકરીના ઘરે બીમારી સબબ આવેલા બે-ભાન હાલતમાં જ અવસાન
રાજકોટ: પડધરીના તરઘડીમાં રહેતા મુન્નાભાઈ ધીરુભાઈ પરમાર (ઉ.વ.40) લાંબા સમયથી ટીબીની બિમારીથી પીડીત હતાં અને સંતાનમાં તેને બે પુત્રી હોય અને સારવાર કરવાવાળુ કોઈ ન હોવાથી વાંકાનેર રહેતી તેની પુત્રી દસ દિવસથી તેના ઘરે લઈ ગઈ હતી. દરમિયાન ગઈકાલે અચાનક શ્વાસ ઉપડતાં તે બે-ભાન થઈ ગયા હતા.





જેમને સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતાં જયાં તેનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.