મે 2026માં કથાનું રસપાન કરાવશે
મીનાબેન કાપડી સંસ્કૃત ભાષામાં ડબલ ગ્રેજ્યુએટ
વાંકાનેરની કન્યા શાળા નંબર 4ના આચાર્યા અને શિક્ષિકા મીનાબેન રમણીકલાલ કાપડી આગામી મે 2026માં હરદ્વાર ખાતે શ્રીમદ્ ભગવદ્ કથાનું રસપાન કરાવશે. આ કથાનું આયોજન ગંગા કિનારે આવેલા વાસુદેવ આશ્રમમાં કરવામાં આવ્યું છે. વક્તા મીનાબેન કાપડી દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, આ શ્રીમદ્ ભગવદ્ સપ્તાહનું આયોજન 18 મે થી 24 મે 2026 દરમિયાન થશે. તેઓ વ્યાસપીઠ પરથી ભગવદ્ કથાનું રસપાન કરાવશે.

મીનાબેન કાપડી સંસ્કૃત ભાષામાં ડબલ ગ્રેજ્યુએટ છે અને સમગ્ર શિક્ષા અભિયાન મિશનમાં તજજ્ઞ તરીકે પણ સેવા આપે છે. તેઓ 1992થી શિક્ષિકા તરીકે કાર્યરત છે. તેમને યુવાન વયથી જ ભગવદ્ કથા વાંચન કરવાની ઈચ્છા હતી, પરંતુ પારિવારિક જવાબદારીઓને કારણે તેઓ તે કરી શક્યા ન હતા.

યુવાન વયથી જ ભગવદ્ કથા વાંચન કરવાની ઈચ્છા હતી, પરંતુ પારિવારિક જવાબદારીઓને કારણે તેઓ તે કરી શક્યા ન હતા.
કોરોના સમયગાળા દરમિયાન તેમના જીવનમાં પરિવર્તન આવ્યું અને ત્યારથી તેમણે કથા વાંચન શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેમણે જાહેર અને પારિવારિક મળીને કુલ સાત ભગવદ્ કથાઓ કરી છે. આગામી સમયમાં હરદ્વાર સહિત અન્ય બે થી ત્રણ કથાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ શિક્ષિકા હોવાથી કપાત પગારે રજા રાખીને કોઈપણ અપેક્ષા વગર કથા કરે છે. સાથે જ, તેઓ શાળાની વિદ્યાર્થીનીઓના શિક્ષણ પ્રત્યે પણ સજાગ રહે છે…

