કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ફોન પર વાત કરવાની ના પાડતા શિક્ષિકાને ધમકી

ફોન પર વાત કરવાની ના પાડતા શિક્ષિકાને ધમકી

મેસરિયા અને અજમેર (જસદણ)ના શખ્સો આરોપી

‘તમારે વાત તો કરવી જ પડશે નહીતર તમોને જાનથી મારી નાખીશ’

વાંકાનેર: અમરસિંહજી હાઈસ્કુલના માધ્યમિકના શિક્ષિકાને વાંકાનેર તાલુકાના મેસરિયાના એક શખ્સે રૂબરૂ આવી જસદણ તાલુકાના અજમેર ગામના શખ્સને ફોન કરી મહિલાને તેની સાથે ફોનમાં વાતચીત કરવાનું કહેતા મહિલાએ વાતચીત કરવાની ના પાડતા મહિલાને તથા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરવાનો ગુન્હો નોંધાયો છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર મહાદેવનગર, નવાપરામાં રહેતા અને અમરસિંહજી હાઈસ્કુલમાં માધ્યમિકના શિક્ષિકા તરીકે નોકરી કરતા હીનાબેન મોહનભાઇ જાદવભાઇ રોજાસરા જાતે,કોળી (ઉ.વ.૩૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે, તા.૦૨/૦૪/૨૦૨૬ ના હું અમરસિંહજી હાઇસ્કુલમાં બપોરના બારેક વાગ્યાના અરસામાં હું ક્લાર્કની ઓફીસમાં ગયેલ તો ત્યાં અમારી સ્કુલમાં નોકરી કરતા પ્રજ્ઞીકભાઇ બેસેલ હતા

અને ત્યાં બીજા એક ભાઇ ઉભેલ હતા, આ વ ખતે પ્રજ્ઞીકભાઇએ મને કહેલ કે, ‘આ ભાઇ તમોને મળવા આવેલ છે’. જેથી મેં આ ભાઇને કહેલ કે, ‘શું કામ છે બોલો?’ તો આ ભાઇ મને કહેવા લાગેલ કે, ‘મારૂ નામ પ્રદીપભાઈ ધાંધલ છે. હું મેસરીયા રહું છુ, અજમેર ગામે રહેતા ગભરૂભાઇ ખાચર મારા સગા થાય છે’. જેથી આ પ્રદીપભાઈ તેના ફોનમાંથી ગભરૂભાઈને ફોન કરેલ અને મને તેની સાથે વાત કરવાનું

કહેતા મેં ના પાડેલ જેથી આ પ્રદીપે તેનો ફોન લાઉડસ્પીકરમાં કરેલ અને આ ગભરૂ બોલવા લાગેલ કે, ‘તું મારી સાથે વાત નહી કર તો તને તથા તારા પરીવારને વાહન અકસ્માતમાં અથવા ગમે તેમ કરીને પતાવી દઈશ’ તેમ કહેવા લાગતા હું ત્યાંથી જવા લાગેલ આ વખતે આ પ્રદીપ ઓફીસમાંથી બહાર નિકળેલ અને ચાલુ ફોને મને બોલતો હતો કે, ‘તમારે વાત તો કરવી જ પડશે નહીતર તમોને જાનથી મારી નાખીશ’ તેમ કહી જતો રહેલ. બાદ હું ત્યાંથી સ્ટાફ રૂમમાં જતી રહેલ હતી. અને અમારા સાથેના શીક્ષક પ્રજ્ઞીકભાઇ મારી પાસે આવેલ અને સિંધાવદર પાસેનો પુલ અવરજવર માટે બંધ

મને કહેવા લાગેલ કે, ‘ગભરૂભાઈનો મારામાં પણ અવાર નવાર ફોન આવે છે. મને તમારી સાથે વાત કરાવવાનું કહે છે. અને નહી કરાવું તો ધમકીઓ આપે છે’ જેથી આ બનાવના લીધે હું ગભરાઇ ગયેલ હતી. આ બનાવ બાબતે મેં મારા પરીવારને જાણ કરતા તેઓએ મને સાંત્વના આપતા હું મારા જેઠ જેન્તીભાઈ માવજીભાઇ સાથે ફરીયાદ કરવા આવેલ છું, પોલીસ ખાતાએ (1) મેસરીયાના પ્રદીપભાઇ ધાંધલ અને (2) ગભરૂભાઈ ખાચર રહે. અજમેર (તા, વિછીયા) વાળા સામે ગુન્હો ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ કલમ- ૩૫૧(૩), ૫૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!