વિડીયો થયો વાઇરલ
વઘાસીયા ટોલનાકે ટ્રકના ચાલક પાસેથી ખોટો ચાર્જ માંગ્યો ?
વાંકાનેર: અહીંના વઘાસીયા પાસે આવેલ ટોલનાકૂ છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ વિવાદમાં હોય છે તેવામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકમાં અંડરલોડ માલ ભરીને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની પાસેથી ઓવરલોડ માલ ટ્રકમાં ભરેલ છે તેવું કહીને ટોલનાકાના સ્ટાફ દ્વારા ચાર્જ માંગવામાં આવેલ હતો જેની ટ્રક ચાલકે ચાર્જ આપવાની ના પડી હતી અને ટોલનાકે થયેલ ટ્રકનો વજન અને ટોલનાકાના વજન કાંટે થયેલ ટ્રકના વજનમાં મોટો તફાવત સામે આવ્યો હતો જેથી ટોલનાકાના સ્ટાફે સ્વીકાર્યું હતુ કે તેઓના ટોલનાકા વજન કાંટાની પ્રોબ્લેમ છે અને આવું વારંવાર બને છે…











વાંકાનેર હાઇવે રોડ ઉપર વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકેથી પસાર થતાં વાહન ચાલકો પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવે છે. એક અઠવાડિયા પહેલા એક ટ્રક ચાલક તેનો ખાલી ટ્રક લઈને ટોલનાકામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે ટ્રકમાં ઓવરલોડ માલ ભરેલ છે તેવું કહીને ચાર્જ માંગવામાં આવેલ હતો અને ટોલનાકા ઉપર ઊભેલી તેની ખાલી ટ્રક દેખાઈ તેવો વિડીયો બનાવીને સોશિઅલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. ત્યાર બાદ આ ટોલનાકાનો વધુ એક વિડીયો સોશિઅલ મીડિયા વાયરલ થયેલ છે જેમાં પણ ટ્રક અંડરલોડ હોવા છતાં પણ વાહન ચાલક પાસેથી ઓવરલોડ માલ ભરેલ છે તેવું કહીને ચાર્જ માંગવામાં આવેલ હતો…














હાલમાં જે વિડીયો સામે આવેલ છે તે બે દિવસ પહેલાનો વિડીયો છે અને ટ્રકમાં અંડરલોડ માલ ભરેલ હતો તો પણ ટોલનાકા ઉપર તેનો વજન 45 ટન બતાવતો હોવાથી ટ્રક ચાલકે તેના ટ્રકમાં અંડરલોડ માલ ભરેલ હોવાથી વધારાના રૂપિયા આપવાની ના પડી હતી જેથી ટોલનાકાના માણસોએ તેની સાથે માથાકૂટ કરી હતી જેનો ટ્રકના ડ્રાઇવરે વિડીયો બનાવેલ હતો અને તે વિડીયો તેણે સોશિઅલ મીડિયામાં વાયરલ કરેલ છે. જે ટ્રકનો વજન 45 ટન ટોલનાકાના વજન કાંટે થયો હતો તે ટ્રકને વજન કાંટે લઈ જવામાં આવતા તેમાં 42.900 ટન વજન થયેલ હતો એટલે કે, ટોલનાકાના કાંટે જે વજન બાતવવામાં આવ્યો હતો તેના કરતાં વજન કાંટે તે ટ્રકમાં 2100 કિલો વજન ઓછો હોવાનું સામે આવ્યું હતું આમ ટોલનાકાના વજન કાંટામાં ટેકનિકલ ખામી છે કે પછી જાણી જોઈને ટ્રક સહિતના ભારે વાહનોના ચાલકોને લૂંટવા માટે ટોલનાકાના વજન કાંટામાં ગોલમાલ કરવામાં આવેલ છે તે તપાસનો વિષય છે…

