જુગાર દરોડામાં નવ શખ્સ અને ગાંજો સાથે ઝડપાયેલ બે શખ્સ સામે કાનૂની શિકંજો
વાંકાનેર: તાલુકાના તીથવા ગામે ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ૯ જુગારીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તીથવા ગામે બંધારની સીમમાં અરણીટીંબાના સીમાળે આરોપી જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરી પોતાની વાડીની ઓરડીમાં જુગાર રમવાના સાધનો અને સામગ્રી પૂરી પાડીને તેની અવેજીમાં નાલ ઉઘરાવી ગંજી પત્તાના પાના વડે જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડા પાડયો હતો.
તેમાં ત્યાં જુગાર રમતા જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરી, ઇલ્યાસભાઇ રહીમભાઇ શેરસીયા, રમેશભાઇ ઉર્ફે ભુપત વીંભાભાઇ ફાંગલીયા, નીજામુદીન અલીભાઇ શેરસીયા, અહેમદભાઇ હુશેનભાઇ પરાસરા, માહમદરફીક આહમદભાઇ વકાલીયા,ભરતસિંહ સજુભા ઝાલા, બટુકસિંહ ચંપુભા ઝાલા અને દીવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજાને રોકડ રકમ રૂ. ૯૨,૪૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
લીંબાળાનો શખ્સ ગાંજા સાથે પકડાયો
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ટ્રાફિક ડ્રાઈવની કામગીરી કરી હતી દરમિયાન લીલાપર ગામ તરફથી એક ડબલ સવારી બાઇક નંબર પ્લેટ વગરનું બાઇક મોરબી તરફ આવી રહ્યું હતું, ત્યારે તે બાઈકને ઉભું રાખવામાં આવ્યું હતું. બાઈક ઉપર જઈ રહેલા બે વ્યક્તિઓને રોકીને ચેક કરવામાં આવ્યા હતા, ત્યારે એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઈ આરબ શેખ નામના શખ્સનાં ખિસ્સામાંથી પ્લાસ્ટિકનું કાળા કલરનું એક જબલું મળી આવ્યું હતું; જે કાઢીને તેને ચેક કરતાં તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે તેની પાસેથી 179.62 ગ્રામ ગાંજો જેની કિંમત 1790 તેમજ 2500 ના બે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 340 તેમજ 20 હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 24,630 નો મુદ્દામાલ કબજે કરીને હાલમાં પોલીસે એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઈ આરબ શેખ (28) રહે. લીંબાળા, સ્મશાનની પાછળની ઓરડીમાં, વાંકાનેરવાળાની ધરપકડ કરેલ છે અને તેની સાથે મળી આવેલ બાળકિશોરને કબજામાં લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.