
તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસર ડો. ધવલ રાઠોડના અધ્યક્ષસ્થાને આશા સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
આ આશા સંમેલનમાં આશાઓની કામગીરીને ધ્યાનમાં લેતા પ્રથમ સ્થાને આવેલ આશાબેન રાઠોડનું પ્રમાણપત્ર અને ગીફ્ટ આપી તાલુકા હેલ્થ સુપરવાઈઝર વલીમામદ માથકીયા દ્વારા સન્માન કરાયું હતું દ્વિતીય સ્થાને આવેલ મજુબેન મોરડિયાનું પ્રમાણપત્ર અને ગીફ્ટ આપી ડો. રવિરાજ મકવાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તૃતીય ક્રમે હસીનાબેન પઠાણનું સલીમભાઈ પીપરવાડિયા અને જમીલાબેન શેરશીયા દ્વારા સન્માન કરાયું હતું. આશા સંમેલન કાર્યક્રમની આભાર વિધિ સાહિલ પીલુડિયા દ્વારા કરવામાં આવી હતી.