કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

તીથવાના અહમદભાઈ અભરામભાઇ શેરસીયા (મોટા માસ્તર)

એમણે બે વખત કુરાનશરીફ હાથે લખેલ છે

તીથવાના અહમદભાઈ ‘મોટા મોટા માસ્તર’ના હુલામણા નામથી ઓળખાય છે, તેમની સાથે થયેલ મુલાકાતથી તેમનો આછો પરિચય જાણીએ.
એમણે શિક્ષણ ક્ષેત્રે ઝીંદગી ખર્ચી છે, એમ કહેવામાં ખોટું નથી. શિક્ષક હોવાને નાતે ઘટતી ઘટનાઓની નોંધ સુપેરે લખવાની તેમની આદત છે, આઝાદી પહેલા છ વર્ષ આગાઉ એટલે કે તારીખ: 31/1/1941 ના વાંકાનેર તાલુકાના તીથવા ગામે એમનો જન્મ થયો, અત્યારે ઉંમર 82 વર્ષ પણ, ઉંમર વર્તાય નહીં.

નાનપણમાં તીથવા ગામે 1958 માં પ્રાથમિક શાળાંત પાસ થયા, અગાઉના સમયમાં સાત ધોરણ પછી શાળાંત નામની એક પરીક્ષા લેવાતી, જે પાસ થયે શિક્ષકની નોકરી મળી જતી.  તારીખ 29-11-1961 થી પ્રાથમિક શિક્ષક તરીકે વાંકાનેર તાલુકાના અદેપર ગામે તારીખ: 16-9-1963 માં નિમણુંક અને પછી તીથવા તાલુકા શાળા વતનમાં બદલી થતાં જન્મભૂમિ સ્થળે શૈક્ષણિક સેવા ચાલુ કરી. 1967 માં ચાલુ નોકરીએ પીટીસી પાસ કરી. સમાજના તે વખતના આગેવાનો સાથે રહી 1964-65 ના વર્ષથી વાંકાનેર તાલુકા મોમીન ખેડૂત સમાજની સામાજિક સુધારણા, કુરિવાજો સામે ઝુંબેશ તથા શૈક્ષણિક પ્રસાર – પ્રચારનું કાર્ય, તાલુકાના ગામડે ગામડે જઈ જાગૃતિના કાર્યમાં સહયોગ આપ્યો. 1975-76 માં તીથવા ગામે શાળાના બે રૂમ દાનથી બાંધી આપવા દોશી કુટુંબ (મુંબઈ નિવાસી) તરફથી મદદ – સહયોગ મળતા, તીથવા પ્રજામાં દાનની ભાવના જાગૃત થાય અને ગ્રામ ફાળામાંથી વધુ રૂમ બને, તે માટે ગામ આગેવાનો સાથે મળી ₹ 15,000 નો ફાળો એકઠો કર્યો. હેમંતભાઈ પણ ઘણા ખુશ થયા. દોશી કુટુંબ હેમંતભાઈ શેઠે ગ્રામ ફાળા સાથે ૬ રૂમ બાંધી આપ્યા. ઉદઘાટન તારીખ: 30-10-1977 ના શિક્ષણ મંત્રી નવલભાઇ શાહના હસ્તે કરવામાં આવ્યું.

તીથવા ગામે માધ્યમિક શાળા સ્થાપના કાર્યમાં પંચાયત સરપંચ (કુટુંબમાં મોટાભાઈ)ને સાથે રાખી માંગણી – અરજી- મંજૂરી સુધીનું તમામ કાર્ય હાથ ઉપર લઈ 1976 થી પંચાયત સંચાલિત હાઇસ્કુલ તીથવા ગામે શરૂ કરી. 1977-78 માં અગાઉ શરૂ કરેલ સામાજિક સુધારણામાં જોઈએ તેવું ફળ ન મળતા, કુટુંબ સુધારણા તથા શૈક્ષણિક જાગૃતિ કેળવવા ‘શેરસિયા કુટુંબ મંડળ’ની રચના કરી. તે સમયે વાંકાનેર તાલુકા મોમીન સમાજમાં આશરે 650 શેરસિયા કુટુંબના ઘર હતા. 1980 થી 1995 તિથવા તાલુકા શાળાના આચાર્ય તરીકેની ફરજ સંભાળી. 1980 થી 1994 સુધી શૈક્ષણિક અને વહીવટી સેવામાં…

(1) તીથવા શાળા અને પેટા શાળામાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે અથાગ પ્રયત્નો, ગણિત- વિજ્ઞાન ઉપર વધુ ભાર. (2) વહીવટી કાર્ય પ્રમાણીક અને શુદ્ધ (3) વાંકાનેર તાલુકામાં શૈક્ષણિક તથા વહીવટી કાર્ય પ્રેરણાદાયી, સુવ્યસ્થિત માટે તાલુકાના શિક્ષકોમાં જાગૃતિ કાર્યો (4) બાર તાલુકા શાળા સાથે મળી સહકારથી કાર્ય ઉપર ભાર આપી સહકારની ભાવના કેળવી. (4) વાંકાનેર તાલુકા શિક્ષક શરાફી મંડળી, જે સ્થગિત અવસ્થામાં હતી, તેને તાલુકા શાળા નંબર- 1 ના આચાર્ય નારણપરીભાઈ સાથે સહકારથી મંડળીનું કાર્ય 1983- 84 થી પુનર્જીવિત કર્યું. (6) તીથવા ગામે માલધારી, ભરવાડ તથા કોળી સમાજના વિદ્યાર્થી શાળામાં નહિવત પ્રવેશ કરતા. જેના માટે બંને સમાજના ઘરે ઘરે જઈ તથા તેમના આગેવાનોને મળી બાળકો શાળામાં આવતા થાય અને શિક્ષણ મેળવે, એવા અંગત પ્રયત્નોનો તેમને અત્યંત આનંદ છે. કોળી સમાજના આગેવાનોને સાથે રાખી, કુબા વિસ્તારમાં નવી પ્રાથમિક શાળાની મંજૂરી મેળવી, (7) જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ પાંચના ચાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષ વખતે બેસાડેલ, જેમાં બે વિદ્યાર્થી પાસ થતા રાજકોટ નવોદય વિદ્યાલયમાં ધોરણ છ થી દાખલ કરેલ. હરજી ભીખાભાઈ ફાંગલીયા અને શહાબુદીન અલીભાઈ માથકિયા.

1982 થી વાંકાનેર મુકામે, હાલમાં મશાયખી સાર્વજનિક દવાખાનું છે, તે સ્થળે 1960 ના અરસા પછીથી મોમીન બોર્ડિંગ ચાલતી, જે સંજોગોવસાત સ્થગિત દશામાં થઈ જવા પામેલ. તેને ફરીથી ચાલુ કરવા માટે સમાજના આગેવાનો તથા વેપારી ભાઈઓ- કર્મચારીઓના સહકારથી નાણાકીય મદદ મેળવી ચાલુ કરવામાં સફળતા મેળવી. 1984 થી માનનીય મીરસાહેબ બાવાની નીચે તાલુકાના ધી પીર કાસીમઅલી (રહે.) અંજુમને મોમીન ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારેલ છે, શિક્ષણ સુવિધા માટે હાઈસ્કૂલ તથા દવાખાનું ઉભું કરેલ. ૧૯૮૬થી સિંધાવદરમાં હાઈસ્કૂલ ચાલુ કરેલ છે. 1990 થી ચંદ્રપુર ગામે ઉત્તર બુનિયાદી સ્કૂલ મોહમ્મદી લોકશાળાની સ્થાપના કરેલ છે. 1984 થી આજ દિન સુધી શૈક્ષણિક અને ઉપયોગી કાર્યો અને સંચાલનમાં મદદ થવાનું ચાલુ છે. 33 વર્ષની નોકરી સેવાના અંતે 1995 માં સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી. બે વખત (1996 અને 2005) બેતુલ હજ અદા કરી.

થોડું ઘણું મઝહબી જ્ઞાન પણ ધરાવે છે. અગાઉ લખ્યું એ મુજબ એમને નોંધો લખવાની અને સાચવવાની સારી આદત છે. સમાજની, શેરસીયા કુટુંબની ઘણી બધી માહિતી એમની પાસે છે, અમને મળેલી માહિતી જે ભવિષ્યમાં તમારી સુધી પહોંચાડવાની કોશિશ કરીશું.

પોતાના કુટુંબનો ગુજરાતથી વાંકાનેર વિસ્તારમાં આવ્યા ત્યારથી અત્યાર સુધીનો આંબો મોટા જાડા કાગળમાં એમણે બહુ વ્યવસ્થિત બનાવેલ છે. 1974 માં અમારી આગેવાનીમાં મોમીન યુવક મંડળે સમાજના ક્યા ગામમાં ક્યા કુટુંબના કેટલા ઘર છે, તેની માહિતી એકઠી કરવા ફોર્મ છપાવીને ભરવા આપેલા. તીથવા માટેનું એવું એક ફોર્મ એમણે ભરેલું, જેની કોપી એમણે સાચવીને રાખી છે, જેની ફોટો નીચે આપેલ છે.

શૈક્ષણિક ક્ષેત્રે તેમનું યોગદાન રહ્યું, પણ સૌથી આનંદદાયક અને નવાઈ પમાડનારી શિરમોર કામગીરી એ રહી કે એમણે બે વખત કુરાનશરીફ હાથે લખેલ છે. આ અંગે એમને પ્રચારનો શોખ નથી, પણ અમારા આગ્રહને માન આપી એમણે જે માહિતી આપી છે, એ મુજબ:-
અહમદસાહેબને પોતાની આત્મકથા લખવાની ઈચ્છા હતી, એક વાર નીંદરમાં એને એવો અહેસાસ થયો કે ‘આત્મકથા લખવી છે? લખવા માટે તો કુરાનશરીફથી વધુ કોઈ ઉત્તમ લખાણ નથી.’
જાગ્યા અને બસ અડગ નિર્ણય કર્યો કે કુરાનશરીફ પોતાને હાથે લખવું. તેઓ નાનપણમાં ફરીદમીયા પાસે કુરાનશરીફ પઢતા શીખેલા, પણ અરબી લખતા આવડતું નહીં. હાથમાં કલમ લઇ લખવાની પ્રેક્ટિસ શરુ કરી. અલીફ બે તે સે…
ધીમે ધીમે અલ્લાહના કરમથી ફાવી ગયું. શરૂમાં સુર-એ-ફાતેહા અને સુર-એ-બકરહની પહેલી રૂકુઅ લખી. આત્મવિશ્વાસ વધ્યો. વાંકાનેર મીરસાહેબ પાસે પોતાનો ઈરાદો જાહેર કર્યો. મીરસાહેબે લખવાના બાવડા પર અત્તર લગાવી અગરબત્તી કરી દુવા કરી અને ઈજાજત આપી. (તેઓ ડાબોડી છે)

પહેલી વાર અલગ અલગ પારાથી તારીખ: 15-1-2001 થી 1-12-2001 ના સમયગાળા માં કુલ 273 દિવસમાં લખ્યા. બીજી વાર ‘હાફીજી કુરાન’ તારીખ: 31-1-2003 થી 16-2-2004 ના સમયગાળામાં કુલ 367 દિવસમાં લખી બાઈન્ડીંગ પણ જાતે કર્યું. રોજના 3 થી 4 કલાક લેખન કાર્ય કરતા, કંટાળો આવતો નહોતો. એટલા તલ્લીન થઇ જતા કે અઝાન થાય, ત્યારે સમયનું ભાન થતું. એમણે વાપરેલી કલમ પણ સાચવીને રાખી છે. અમારા એવો પ્રશ્ન કે લખતી વખતે કોઈ અલૌકિક અનુભવ થયેલો? નો જવાબ નકારમાં આપે છે. જયારે પહેલી વાર એમણે લખેલું કુરાનશરીફ જોયું તો અમારી આંખો ફાટીને ફાટી જ રહી ગઈ. આવા સરસ અરબી અક્ષરો? જાણે છાપેલું હોય!! કુરાન શરીફના લખાણની તસ્દીક ત્યારના બશીરબાપુએ કરેલી. હજ પઢતી વખતે સાઉદી અરબની સરકારે ભેટ આપેલ કુરાનશરીફને આધાર બનાવી એટલે કે ભેટમાં મળેલ કુરાનશરીફના એક પેઈજમાં જેટલું લખાણ હોય, તેટલું જ અને તે મુજબ જ હસ્તલિખિત કુરાનશરીફમાં લખેલ છે. આપણે કુરાનશરીફ પઢી શકતા નથી, આ તો હાથે લખવાનું, અને એ પણ અરબી ભાષામાં, ઝેર-જબર-પેશ કે અન્ય કોઈ ભૂલ વગર, કઈ નાની-સૂની વાત નથી. હસ્ત લિખિત બધી પ્રતો હાલ એમની પાસે મોજુદ છે. જે પારા લખેલ છે, એમની ઝેરોક્ષ પણ કરાવી લીધેલ છે. અલ્લાહ પાકની એક નેઅમત ગણવી રહી. નીચે એમના લખાણનો ફોટો આપેલ છે. (અલ્લાહપાક એમના આ નેક કામનો સવાબ અર્પે, આમીન!)

અહમદભાઈના એક દીકરા છે, જે મહંમદહુસેન લોકશાળામાં નોકરી કરતા, તારીખ 31-12-2022 થી એમણે પણ સ્વૈચ્છીક નિવૃત્તિ લઇ લીધી છે. એમના દીકરા નાસીર હાલ વાંકાનેર પટેલ ગ્રાફિક્સમાં કામ કરે છે. આલેખન: નઝરૂદીન બાદી78743 40402. લખ્યા તારીખ: 16-6-2023. (અહમદભાઈના મો: 97279 57749)

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!