છરી વાળા ફોટો બતાવી ખંડણી માંગી
પોલીસ ખાતાએ ફકીર અને તેની પત્ની સામે કરેલ કાર્યવાહી
વાંકાનેર: તીથવા ગામે જમીન મેટરમાં નહી પડવાના રૂપીયા દસ થી પંદર હજારની ખંડણી માંગી છરી વાળા ફોટો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભયભીત કરી રોકડા રૂપીયા બે હજાર બળજબરીથી કઢાવી લઇ તેમજ ગામના મોમીન સમાજને ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ગર્ભીત ધમકીઓ આપતા અશ્લીલ શબ્દો બોલી વિડીયો બનાવી વાયરલ કરી મોમીન સમાજને ઉશ્કેરણી કરી જાહેરમાં ત્રાસદાયક કૃત્ય અને એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યાની ફરિયાદ થઇ છે….ફરિયાદમાં તીથવામાં કાપડની દુકાન ધરાવતા મોહમદતન્સીફ ઇબ્રાહીમભાઇ ખોરજીયા (ઉ.વ.૨૬) એ લખાવેલ છે કે પોતાના દાદાના નામની જમીન સલીમભાઈ સંધીને જે તે વખતે વાવવા માટે આપેલ હતી જેની પર સલીમભાઈએ કબ્જો કરી લીધેલ હોય સને-૨૦૦૮ ની સાલમાં વાંકાનેર કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો અને ચુકાદો અમારી તરફેણમાં આવેલ, તેમ છતા સલીમભાઇ સંધી જમીનનો કબ્જો ખાલી કરતા ન હોય અને હજુપણ આ જમીન બાબતે વાદવિવાદ ચાલે છે. આજથી
આશરે એકાદ મહીના પહેલા ફરિયાદી મોહમદતન્સીફનો મીત્ર નીજામુદ્દીન રહેમાનભાઇ શેરસીયા રે. તીથવાવાળાએ ફરિયાદીને જાણ કરેલ કે ઇમ્તીયાજ દીલાવરશા શાહમદાર જાતે. ફકીર (ઉ.વ.૩૩) રે. તીથવા ધાર, લાલશાનગરવાળાએ કહેલ છે કે જમીનની મેટર બાબતે દસથી પંદર હજાર રૂપીયા દેવા પડશે. ત્યારબાદ બે દિવસ પછી નીજામુદ્દીન અલીભાઇ શેરસીયા રે. તીથવાવાળાએ પણ ઇમ્તીયાજ બાબતે આવી જ વાત કરેલ હતી. ત્યારબાદ આશરે છ સાત દિવસ પછી તીથવાના નાનકા
જાંપા પાસે ઇમ્તીયાજ સલીમભાઈ સંધી તથા તેની પત્ની- નજમાબેન ફરિયાદીને સાંજના મળેલ હતા. ત્યારે આ ઈમ્તીયાજભાઈએ ફરિયાદીને કહેલ કે તારે જમીન જોઇતી હોય તો દર મહીને ૧૫ હજાર રૂપીયા આપવા પડશે તેમ કહી પોતાનો મોબાઇલ ફોનમાં રહેલ વિડીયો બતાવેલ અને તેની પત્ની નજમાંએ છરી મારી પતાવી દેવાની ધમકી આપેલ હતી. ફરિયાદીએ ગભરાઈને રૂપીયા બે હજાર આપી દીધા હતા…
ત્યારબાદ આ ઇમ્તીયાજ દીલાવરશા શાહમદારએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. imtiyaaajfiilaavrshaa વાળા પોતાના એકાઉન્ટમાં મોમીન સમાજ બાબતે એલફેલ બોલતો હોય, તેવા છેલ્લા દસેક દિવસથી અલગ અલગ વિડીયા બનાવી સોસીયલ મીડીયામાં વાયરલ કરી જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરેલ હોય અને મોમીન સમાજને એકદમ ઉશ્કેરણી કરેલ હોય, તેમજ તેની પત્ની નજમા ઇમ્તીયાજ શાહમદારએ પણ ઉપરોક્ત આઈ. ડી. ઉપર ભુંડા બોલી અશ્લીલ શબ્દો બોલી પોતાના
પતિને પૂરેપૂરી મદદગારી કરેલ હોય અને બનેલ બનાવની જાણ થઇ જતા સમાજના નીજામુદ્દીન અલીભાઇ શેરસીયા, મોહમદહુશેન હસનભાઇ પટેલ, ગુલામભાઇ હુશેનભાઈ શેરસીયા, ખોરજીયા નાસીરભાઇ માહમદભાઇ વિગેરે સાથે આવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ કરેલ છે…પોલીસ ખાતાએ (૧) ઇમ્તીયાજ દીલાવરશા શાહમદાર (૨) નજમા ઇમ્તીયાજ શાહમદાર વિરૂધ્ધ ગુન્હો બીએનએસ કલમ 308 5, 308 4, 352, 351 3, 292, 296 54 તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ના કાયદાની કલમ 67 મુજબ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરેલ છે….