બીજા બનાવમાં ઢુવા નજીક રીક્ષા ચાલકે હડફેટ લેતા સારવારમાં
વાંકાનેર: તાલુકાના તીથવા ગામના એક મહિલા બાઈક પરથી નીચે પડી જતા ઇજા થયેલ છે
વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા શહેનાજબાનુ સોયલભાઈ શેરસીયા (૩૮) નામના મહિલા ગામ પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેમને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો છે જેથી ત્યાં આ બનાવની જાણ કરેલ છે
બીજા બનાવમાં ઢુવા નજીક રીક્ષા ચાલકે હડફેટ લેતા સારવારમાં
વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ વરમોરા સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા સુમિતાબેન પપ્પુલાલ (૨૬) નામના મહિલા પેગ્વીન સીરામીક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને રીક્ષા ચાલકે હડફેટ લેતા અકસ્માત થયો હતો જેમાં સુમિતાબેનને ઈજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી