વાંકાનેર: અહીંના જડેશ્વર રોડ પર ગુંદીવાળા મેલડી માતાજીના મંદિરના પૂજારી મયુરભાઈ હરિભાઈ પઢિયારનું ચાલુ બાઇકે હાર્ટ એટેક આવતા અવસાન થયેલ છે.
જાણવા મળ્યા મુજબ સદ્દગતના ફુઆજી વઢવાણ રહે છે, તેમને ત્યાં માતાજીના માંડવાના ગોઠવેલ કાર્યક્રમની કંકોત્રી કોઠારીયા મુકામે બાઈક લઈને બે જણા દેવા જતા જડેશ્વર પાસે આ દુઃખદ ઘટના બની હતી. પરિવારજનો અને ચાહકોમાં ગમગીની છવાઈ ગઈ છે.
સદ્દગતનું બેસણું આવતી કાલે સાંજે ચારથી છ વાગ્યા વચ્ચે જડેશ્વર રોડ પર એમના નિવાસ સ્થાને રાખેલ છે.