વાંકાનેર વરડૂસર ચોકડી નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી દસ જુગારીઓને રોકડા રૂપિયા 48,600 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વરડૂસર ચોકડી નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી બાબુભાઇ હકાભાઇ ગમારા, મોમભાઇ નાથાભાઇ ડાભી, બળદેવભાઇ રમેશભાઇ કાંજીયા, રમેશભાઇ માધાભાઇ ગમારા, લખુભાઇ મનુભાઇ બાવળા, કનુભાઇ નકુભાઇ ખાચર, નાથાભાઇ લક્ષ્મણભાઇ ડોડીયા, મુકેશભાઇ જગાભાઇ લામકા, મહાવીરસિંહ દીલુભા ઝાલા અને પ્રવીણભાઇ વાલજીભાઇ કુનતીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 48,600 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

