આણંદપર એપ્રોચ રોડ, દિગ્વિજયનગર દલિત સમાજ સ્મશાન, મતવા સમાજ કબ્રસ્તાનના કામોનો સમાવેશ
વાંકાનેર: તાલુકાના તિથવા પાસે નાના પુલના બાંધકામનું, આણંદપર એપ્રોચ રોડનું રિસરફેસિંગનું, દિગ્વિજયનગર દલિત સમાજ સ્મશાનમાં સ્નાનગૃહના બાંધકામ માટેનું અને વાંકાનેર મતવા સમાજ કબ્રસ્તાનમાં ખાતે રૂમ બાંધકામના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, વધુ વિગત નીચે મુજબ છે…
વાંકાનેર – અમરસર – મિતાણા રોડ કિમી. ૪/૦૦ થી ૨૫/૫૦૦ ઉપર ૮/૦૦ થી ૯/૦૦ વચ્ચે નાના પુલના બાંધકામ નું ટેન્ડર નીકળ્યું છે, આ પુલ બનવા પાછળ ૫.૪ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાઝ છે, ટેન્ડરની છેલ્લી તારીખ તારીખ: ૨૮/૧૦/૨૦૨૫ છે.
વાંકાનેર તાલુકાના આણંદપર એપ્રોચ રોડનું ૧૨ મી વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, આણંદપર એપ્રોચ રોડ, કિ.મી. ૦/૦ થી ૦/૬૦ સુધીના રિસરફેસિંગ માટે ટેન્ડર Mmgsy (Buj) યોજના હેઠળ વર્ષ (૨૦૨૩-૨૪) બહાર પડેલા આ ટેન્ડરમાં ૨૦.૭૯ લાખ /- રૂપિયાનો ખર્ચ અંદાઝયો છે, છેલ્લી તારીખ ૨૮-૧૧-૨૦૨૫ અને ટેન્ડર ફી રૂપિયા ૯૦૦ /- છે.
વાંકાનેર વોર્ડ નં. ૬, દિગ્વિજયનગર, પેડક રોડ, દલિત સમાજ સ્મશાનમાં સ્નાનગૃહના બાંધકામ અને ૧૬૫ મી.મી. વ્યાસના બોરનું ડ્રિલિંગ અને સબમર્સિબલ પંપના સ્થાપન માટે બીજી વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, એમપી ગ્રાન્ટ હેઠળ (વર્ષ-૨૦૨૫-૨૬) ના આ કામનો સમયગાળો ૬ મહિના છે, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના પેટા વિભાગ : વાંકાનેર નગર સેવા સદનના આ કામમાં એસ્ટીમેન્ટ ₹ ૩.૩૯ લાખ અને ડિપોઝીટ રકમ : ₹ ૩૪૦૦ રખાઈ છે.
વાંકાનેર મતવા સમાજ કબ્રસ્તાનમાં ખાતે રૂમ બાંધકામ માટે સ્વ-ભંડોળ હેઠળ બીજી વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, જેની છેલ્લી તારીખ: 25-11-2025 અને ડિપોઝીટ રૂપિયા 4150.0 / છે, આ બાંધકામમાં 4.13 લાખ /- રૂપિયાનો ખર્ચ અંદાઝાયો છે….
