વાંકાનેર: બાયપાસ રોડનું રર८.८७ લાખનું ઓનલાઈન ટેન્ડર બહાર પડયું છે.
ટેન્ડરની જાહેર નિવિદા નં.૦૬/ ૨૦૨૪-૨૫ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, બ્લોક-સી, બીજો માળ, જીલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ મોરબી-૨ ફોન નં. (૦૨૮૨૨)૨૪૦૫૨૪ દ્વારા માંગવામાં આવેલ છે. કામનું નામ: સ્ટ્રેન્ધનીંગ & રીસર્વેસીંગ ટુ વાંકાનેર બાયપાસ રોડ બીટ. કિ.મી. ૦/૦ થી ૩/૬૦૦ (બાય. પ્રોવાઈડીંગ, સ્ટ્રેન્ધનીંગ, રીસર્ફેસીંગ, રોડ ફર્નિચર) અંદાજીત રકમ રૂા. લાખમાં: રર८.८७ કરોડ ઈજારદાર: “બી” કલાસ તથા સ્પે. કેટેગરી – ૩ (રોડ)
ટેન્ડર ડોક્યુમેન્ટ ઓનલાઈન પધ્ધતિએ ભાવપત્રકના દસ્તાવેજો ડાઉન લોડીંગની છેલ્લી તારીખ તા.૨૦/૦૮/૨૦૨૪ ના ૧૮:૦૦ કલાક સુધી તેમજ ટેન્ડર ઓન લાઈન રજુ કરવાની છેલ્લી તારીખ તા. ૨૦/૦૮/૨૦૨૪ના ૧૮:૦૦ કલાક સુધી વેબ સાઈટ https://nprocure.com પર ૨વાના કરવાના રહેશે. આ કામના ટેન્ડર તા. ૨૧/૦૮/૨૦૨૪ના ૧૨:૦૦ કલાકે ખોલવામાં આવશે. બાનાની રકમ, ટેન્ડર ફી તથા અન્ય દસ્તાવેજો સ્કેન કરી ઓનલાઈન ટેન્ડર સાથે રજુ કરવાના રહેશે અને તેના જ ટેન્ડરો ખોલવામાં આવશે.