સિટી સ્ટેશન રોડ, બ્રાહ્મણ સોસાયટી, બોયઝ હોસ્ટેલ, મીલ પ્લોટ ચોકના વિકાસ કામો
વાંકાનેર શહેરના નગરપાલિકા હસ્તકના તથા હસનપરમા વિવિધ વિવિધ કામોના બહાર પડેલા ટેન્ડરની વિગત નીચે મુજબ છે.
(1) આઝાદ ગોલા સ્ટ્રીટની બાજુમાં, રાજ હાર્ડવેર સ્ટ્રીટ સિટી સ્ટેશન રોડની બાજુમાં અને ચીફ ઓફિસર ક્વાર્ટર પાસે બૉક્સ કલવર્ટની બાજુમાં સીસી રોડના બાંધકામ માટે ટેન્ડર બહાર પડેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 05/02/2024 છે, એસ્ટીમેન્ટ 920680 રૂપિયા છે, ડિપોઝીટ 9300 રૂપિયા છે
(2) વાંકાનેર રાજકોટ હાઇવે દિનદયાલ બ્રાહ્મણ સોસાયટી કોમન પ્લોટમાં પરશુરામ મંદિરમાં શેડ બાંધવા માટે સંસદસભ્ય ગ્રાન્ટ હેઠળ ટેન્ડર બહાર પડેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 05/02/2024 છે, એસ્ટીમેન્ટ 502117 રૂપિયા છે, ડિપોઝીટ 5100 રૂપિયા છે
(3) વાંકાનેર બોયઝ હોસ્ટેલ રૂમ, ટ્રાય-મિક્સ સાથે સિમેન્ટ કોન્ક્રીટ રોડ, રીટર્ન વોલ, એમ્બેન્કમેન્ટ ફિલિંગ અને પાઇપ ડ્રેનેજના બાંધકામના કામ માટે 15 ટકા વિવેકાધિન અનુદાન વર્ષ-2018-19 અને 23-24 હેઠળ ટેન્ડર બહાર પડેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 05/02/2024 છે, એસ્ટીમેન્ટ 2372019 રૂપિયા છે, ડિપોઝીટ 23750 રૂપિયા છે
(4) મીલ પ્લોટ ચોક રોડ સર્કલ અને 12.00 Mt ના બાંધકામના કામ માટે ટેન્ડર હાઇ માસ્ટ ટાવર ફોર મીલ પ્લોટ ચોક ટેન્ડર બહાર પડેલ છે. 15 ટકા વિવેકાધિન ગ્રાન્ટ વર્ષ-2023-24 આ ટેન્ડરની છેલ્લી તારીખ 05/02/2024 છે, એસ્ટીમેન્ટ 331981 રૂપિયા છે, ડિપોઝીટ 3500 રૂપિયા છે
(5) હસનપર R.S.માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટના બાંધકામ માટે ટેન્ડર બહાર પડેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 05/02/2024 છે, એસ્ટીમેન્ટ 16767230 રૂપિયા છે, ડિપોઝીટ 167750 રૂપિયા છે