કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર પોલીસ સ્ટેશને "તેરા તુજકો અર્પણ"

વાંકાનેર પોલીસ સ્ટેશને “તેરા તુજકો અર્પણ”

22 મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકોને પરત કર્યા

વાંકાનેર: સીટી અને તાલુકા પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરી, લોકોના ખોવાયેલા કિંમતી 22 મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકોને પરત કર્યા છે.

‘CEIR’ પોર્ટલનો અસરકારક ઉપયોગ
પોલીસ વિભાગ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત, ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાંકાનેર સીટી પી.આઈ. એચ.એ. જાડેજા અને તાલુકા પી.એસ.આઈ. વી.બી. પટેલના સુપરવિઝન હેઠળ પોલીસ ટીમે ‘CEIR’ (Central Equipment Identity Register) પોર્ટલ પર સતત મોનીટરીંગ કર્યું હતું. પોલીસ સ્ટાફના ટેકનિકલ વર્કઆઉટ અને જહેમતને પરિણામે જુદી-જુદી કંપનીના કુલ 22 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છે. રિકવર કરાયેલા આ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂ. 3,72, 128/- જેટલી થાય છે. આ તમામ મોબાઈલ ફોન તેના મૂળ અરજદારોને પરત સોંપવામાં આવતા. લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને રાહતનો શ્વાસ લીધો હતો.

કામગીરી કરનાર ટીમ
આ સફળ કામગીરીમાં વાંકાનેર સીટી/તાલુકા પોલીસના પો.હેડ.કોન્સ હંસાબેન દેવજીભાઈ પાપોદરા તથા પો.કોન્સ. જગદીશભાઈ રમેશભાઈ રંગપરાએ CEIR પોર્ટલ પર ડેટા એન્ટ્રી અને મોનીટરીંગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, રાણીંગભાઈ ખવડ, દર્શિતભાઈ વ્યાસ અને હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!