વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજમાં 26-10-24 ના રોજ લગ્નમાં સાંજે ચા બનાવતી વખતે ગેસ ચૂલામાં ચાપળા પાસેથી ગેસ લીક થતાં આશરે 5 થી 7 ફૂટ ઊંચી આગની ઝાર લાગી હતી અને આશરે 10 થી 15 મિનિટ સુધી ચાલુ રહી હતી. બાજુમાં વાયર સુધી આગ પહોંચી જતા રોબોટ બંધ થઈ ગયો, જેથી વધુ નુકશાનથી બચી શકાયુ અને એવું કહી શકાય કે ઘણાબધા લોકોએ મૌતને પોતાની એકદમ નજીક અને આંખોની સામે જોયું. ઘણા બધા પ્રયાસો પછી ફાયર શેફ્ટીની બોટલ થી જ આગ કાબુમાં આવેલ અને વધુ નુકશાનીથી બચી શક્યા, એવું ફોરવર્ડ મેસેજમાંથી જાણવા મળેલ છે.ફોરવર્ડ મેસેજનું લખાણ નીચે મુજબ છે…
✓ સૌથી પહેલા તો અલ્લાહની પાકનો લાખ લાખ શુક્ર છે કે કોઈપણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઇજા પહોંચી નથી.
આ ઘટના પરથી શીખવા જેવી બાબતો:
✓ મૌત જ્યાં નસીબમાં હોય ત્યાં અને ત્યારેજ આવશે એ વાતમાં કોઈ શક નથી પરંતુ આપણી આસપાસ બનતી ઘટનાઓમાંથી શીખીને શક્ય હોય તેટલા સાવચેતીના પગલાં લેવા જોઈએ…
1) પ્રસંગોમાં વધુ લોકો અને બાળકો હોવાથી શક્ય હોય ત્યાં સુધી ગેસ ચૂલાના બદલે ભઠ્ઠી વગેરેનો ઉપયોગ કરવો.
2) ગેસની નળી લાંબી રાખવી જોઈએ જેથી ચૂલાથી બોટલ દૂર રાખી શકાય જેથી આવા સમયે ગેસનો વાલ બંધ કરી શકાય.
3) બાળકોને ગેસના ચૂલા કે બાટલાની નજીક ન આવવા દેવા.
4) શક્ય હોય તેટલું ખુલ્લી જગ્યામાં અને ઈલેક્ટ્રીસીટી થી દુર ચૂલા રાખવા જોઈએ…
5) દરેક કુટુંબમાં અથવા ગામની મસ્જીદમાં એક, બે ફાયર શેફટીની બોટલ જરૂર રાખવી જોઈએ.
6) અને દરેક વ્યક્તિને તેનો ઉપયોગ કેમ થાય તે પણ શીખવવું જોઈએ.
7) શક્ય હોય તો આપણા ઘરોમાં ગેસની બોટલ રસોડાની બહારમાં રાખવી જોઈએ.
8) દરરોજ સદકો કાઢવાની આદત બનાવવી જોઈએ.
9) લગ્ન તેમજ ખુશીના પ્રસંગોમાં સામૂહિક રીતે અલ્લાહને નારાજ કરવા વાળા દરેક કામો (ગુનાહો) થી બચવું જોઈએ કારણકે મૌત આપણાથી આટલી જ દૂર છે…