કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઠાકોર સેના સમાજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું

જૂનાગઢમાં દીકરી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમોને કડક સજા આપવાની માંગ કરી

વાંકાનેર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા: જૂનાગઢમાં સમાજની દીકરી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમો સામે વાંકાનેર ઠાકોર સેના અને સમાજે ફિટકારની લાગણી વરસાવી છે અને વાંકાનેર ઠાકોર સેના એ જૂનાગઢની ધૃણાસ્પદ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી વાંકાનેર મામલતદાર અને મોરબી કલેક્ટરને આવેદન આપી સમાજની દીકરી ઉપર હેવાનીયતભર્યું કૃત્ય કરનાર નરાધમોને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે.

વાંકાનેર ઠાકોર સેના સમાજે કલેક્ટર આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, જૂનાગઢમાં સમાજની દીકરી ઉપર નરાધમોએ હેવાનીયતની હદ વટાવી દુષ્કર્મ આચરી સળગાવી નાખી નિર્મમ હત્યા કરી નાખી હતી. જેમાં મુખ્ય આરોપી સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવો સહિતના આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોય આ આરોપીઓ ધાર્મિક અને રાજકીય ઓથ ધરવતા હોય તેથી રાજકીય ઓથ મળે તેવી ભીતિ હોય સમાજની દીકરીને ન્યાય મળે તે માટે આ બનાવની તસથ તપાસ કરી જઘન્ય કૃત્ય કરનાર આવા નરાધનોને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!