કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સાંસદ કેસરીદેવસિંહને સત્કારવા લોકોમાં થનગનાટ

આવતી કાલે વાંકાનેર શહેરમાં સત્કાર રેલીનું આયોજન

દરેક સમાજના અગ્રણીઓની અપીલ: બાપુના સ્વાગત માટે બહોળી સંખ્યામાં લોકો હાજર રહે

વાંકાનેર : ભાજપ દ્વારા વાંકાનેર નામદાર મહારાજા કેસરીદેવસિંહજીને રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ કરતા વાંકાનેર વાસીઓમાં અનેરો ખુશીનો આનંદ જોવા મળી રહ્યો છે. રવિવારના રોજ નામદાર મહારાજા કેસરીદેવસિંહજી વાંકાનેર આવી રહ્યા હોય મોરબી જિલ્લા ભાજપ, વાંકાનેર ક્ષત્રિય સમાજ તેમજ વાંકાનેરના દરેક જ્ઞાતિના અગ્રણીઓ વેપારી મંડળ સિરામિક એસોસિયન ચેમ્બર ઓફ કોમર્સ તેમજ દરેક જ્ઞાતિ દ્વારા તેમને સત્કારવા માટેનું એક આયોજન ગરાસિયા બોર્ડિંગ ખાતે મળી રહ્યું છે.

વાંકાનેર મહારાજા અને સાંસદ કેસરીદેવસિંહજીને સત્કારવા માટે રવિવારે સવારે આઠ વાગે વાંકાનેરથી ગાડીઓના કાફલા સાથે વાંકાનેર બાઉન્ડ્રી સુધી જશે, જ્યાંથી સવારે 9:00 કલાકે વાંકાનેર પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે આવશે,

જ્યાંથી રેલી સ્વરૂપે વાંકાનેર નેશનલ હાઇવેથી જીનપરાચોક, ગ્રીન ચોક, ચાવડી ચોક, માર્કેટ ચોક અને સ્વર્ગસ્થ મહારાજા અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ ખાતે રેલી પૂર્ણ કરી ત્યાં એક સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સભા પૂર્ણ થયા બાદ જમણવાર પણ રાખવામાં આવ્યો છે અને આ રેલીમાં મહારાજનું સ્વાગત કરવા માટે દરેક સમાજની નાની નાની બાળાઓ પણ તિલક ચાંદલા કરવા ઉત્સાહિત છે.

ઉપરાંત વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહજીના લગ્ન પ્રસંગે જે ફૂલેકું વાંકાનેરમાં નીકળ્યું હતું અને વાંકાનેર વાસીઓમાં જે અનેરો થનગનાટ જોવા મળ્યો હતો એ જ થનગનાટ અત્યારે રાજ્યસભાના સાંસદ થતાં મહારાજને સ્વાગત માટે શહેરીજનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે અને મોરબી જિલ્લા ભાજપ તેમજ વાંકાનેરના દરેક સમાજના અગ્રણીઓએ જાહેર જનતાનેને જણાવ્યું છે કે બાપુના સ્વાગત માટે બહોળી સંખ્યામાં લોકો હાજર રહે.

Content Copying Forbidden !!

error: Content is protected !!