વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતો આરોપી પકડાયો
વાંકાનેર: તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય જે અપહરણના બનાવ મામલે
પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે તપાસ ચલાવતા આરોપીને મહીસાગર જીલ્લામાંથી ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે
મોરબી જીલ્લામાં અપહરણ અને ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવા એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા હદ વિસ્તારમાં કારખાનામાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી ગયેલ આરોપી રાજુ નવાભાઇ મસાર હાલ મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બેડવલ્લી ગામના ચાર રસ્તા ખાતે હોવાની બાતમીને આધારે ટીમને રવાના કરી હતી
મહીસાગર જીલ્લાના બેડવલ્લી ગામના ચાર રસ્તા પાસેથી આરોપી રાજુ નવાભાઇ મસાર (ઉ.વ.૨૧) રહે અરવલ્લી જીલ્લા વાળાને ઝડપી લઈને વાંકાનેર તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે તેમજ ભોગ બનનારને શોધી કાઢી પોલીસ મથકને સોપવામાં આવી છે
જે કામગીરીમાં AHTU પીઆઈ એન એ વસાવા, નંદલાલ વરમોરા, ભરતસિંહ ડાભી, બકુલભાઈ કાસુન્દ્રા, કૌશિકભાઈ મણવર, અશોકસિંહ ચુડાસમા, ફૂલીબેન thakor સહિતની ટીમ જોડાયેલ હતી
વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતો આરોપી પકડાયો
બીજા સમાચાર એવા છે કે મોરબી એલસીબી ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતા ફરતા આરોપી રોહિત છેલાભાઈ મેઘાણી રહે.મોટી મોલડી, તા.ચોટીલા વાળાને ઝડપી લીધો હતો. બન્ને આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરાયા હતા.