મોરબી સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનાનો આરોપી
વાંકાનેર: મોરબીમાં નામદાર સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડ મોરબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
નાસતા ફરતા આરોપીઓને પકડવા મોરબી પેરોલ ફર્લો સ્કોડ પ્રયત્નશીલ હતી. આ દરમિયાન મોરબી કોર્ટમાં સોલવંશી જામીન રજુ કરવાનાં ગુનામાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પેરોલ જમ્પ કરી એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપી


રાજુભાઇ બુટાભાઈ વિભાભાઈ ફાંગલીયા (ઉ.વ. 26, રહે. મોરથળા)ને બાતમીના આધારે વાંકાનેર દિઘલીયા ચોકડી પાસે આવેલા દ્વારકાધીશ હોટલ પાસેથી

ઝડપી પાડી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો


