અગાઉ 7 ગુના નોંધાયાનું ખુલ્યું
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી રમેશભાઇ ચોથાભાઇ કિહલા ઉ.વ.૩૫ રહે. હાલ માટેલ તા.વાંકાનેર જી.મોરબી મૂળ ગામ: સુદામડા તા.સાયલા જી સુરેન્દ્રનગર વાળાને ઢુવા ચોકડીએથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ આરોપી વિશે પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરતા તેની વિરુદ્ધ વાંકાનેરમાં 1, થાનગઢમાં 4 અને સાયલામાં 1 મળી કુલ 6 ગુના નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત થાનગઢથી પાસા પણ થયાનું ખુલ્યું છે. આ કામગીરીમાં પીએસઆઇ બી.પી.સોનારા, સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. મઘુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ.ચમનભાઇ ચાવડા, પો.કોન્સ.હરીન્દ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવીભાઇ કલોત્રા, વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.