કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બે વર્ષથી ફરાર આરોપી ઢુવાથી પકડાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાંથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

જાણવા મળ્યા મુજબ મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૧૫ (સી), ૨૯ વિ. મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી પારસ ગોપીલાલ ગુર્જર (રહે. રાજસેટી તા. આમેટ, જી.રાજસમદ, રાજસ્થાન)ને ઢુવા પાસે આવેલ મીલેનીયમ સીરામીક ખાતેથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

અમે કોઈને કમલ સુવાસ ન્યુઝમાં એડ કરતા નથી માટે કોઈએ પોતાના કે બીજાના મોબાઈલ નંબર મોકલી એડ કરવાનું કહેવું નહીં, પણ તેમને અમારી લિન્ક મોકલી એડ થવાનું જણાવવું. એડ થવાની પ્રોસિજર નીચે મુજબ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!