ફાયરીંગના આરોપી વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજેલ
વાંકાનેરમાં બેસતા વર્ષે રામ રામ કરવા મુદ્દે બોલાચાલી થયા બાદ આરોપી પિતા-પુત્રએ ફાયરીંગ કરી એક વૃદ્ધને ઈજા પહોંચાડી હતી. જે બનાવ મામલે ફરિયાદ બાદ ફાયરીંગ કરનાર એક આરોપી ફરાર હતા. બીજા વૃદ્ધને અજાણ્યા સહિતના ચાર ઇસમોએ ઢોર માર માર્યો હતો. જેથી સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેથી પોલીસે મારામારીના ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી એક આરોપીને ઝડપી લીધો છે.
વાંકાનેરના ધમલપરમાં રહેતા લાખાભાઈ બાંભવા આરોપી નથુભાઈ ગોલતર અને ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, રૈયાભાઈ ભરવાડ સાથે ઝઘડો થયો હતો. જે બાબતે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા દીકરા ગોપાલને પોલીસે ઝડપી લીધો હતો. તેઓ નાસતા ભાગતા હતા ત્યારે વઘાસીયા ગામ જવાની ફાટકથી થોડે દુર કારમાંથી નથુભાઈ ગોલતર અને ત્રણ અજાણ્યા ઈસમો લાકડી જેવા હથિયાર સાથે નીચે ઉતરી લાખાભાઈને ઢોર માર મારી હાથ અને પગ ભાગી નાખ્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જે મારામારીના બનાવમાં ફાયરીંગના આરોપી વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપી નથુભાઈ ગોલતરને ઝડપી લીધો છે. તો અન્ય આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે.