રૂા.૪૧,૮૧,૬૮૦/- રીકવર કરાયા
મોરબી સાયબર ક્રાઇમ પોલીસની પ્રશંશનીય કામગીરી
વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરાયેલો
વાંકાનેર થયેલ છેતરપિંડીના ગુન્હાની તપાસ કરી છેતરપિંડીમા ગયેલ રકમ રીકવર કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે.


વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ આઇ.ડી. તથા નંબરથી યુઝર રજીસ્ટર કરી 


સરકાર તરફથી આઇસગેટ સ્કીમ અંતર્ગત મળેલ રોડટેપ સ્ક્રીપ નંગ – ૨૯ કિં.રૂા. ૭૧,૪૫,૬૧૬/- ની છેતરપીંડી થયેલ હોય જે ગુન્હાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મોરબીને સોપતા પોલીસ ઇન્સપેકટર દ્વારા અલગ અલગ રાજય ખાતે તપાસ કરી રૂા.૪૧,૮૧,૬૮૦/- ગુન્હાના કામે રીકવરી કરેલ હોય જે રીકવર કરેલ રકમ ફરીયાદીને નામદાર કોર્ટના હુકમ મુજબ આજે “તેરા તુજકો અર્પણ” અંતર્ગત પરત અપાવેલ છે.
