કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વધુ બે આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવાઈ

નકલી ટોલનાકા પ્રકરણમાં સરકારી વકીલની દલીલો માન્ય

મોરબી જિલ્લામાં 6 દિવસમાં અધધધ 1.84 કરોડની વીજચોરી પકડાઈ
જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ઈજનેર 2 લાખની લાંચ લેતા પકડાયા

વાંકાનેર : વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકાની સમાંતર નકલી ટોલનાકુ ચલાવી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન કરવા પ્રકરણમાં વધુ બે આરોપીઓએ નામદાર મોરબી કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરતા કોર્ટે બન્નેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

વઘાસિયા ટોલનાકા નજીક આવેલ બંધ પડેલી વ્હાઈટ હાઉસ નામની સિરામિક ફેકટરીમાંથી બારોબાર વાહનો પસાર કરાવી ટોલનાકાની જેમ ટોલ વસુલવા પ્રકરણમાં ફેકટરી માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ તેમજ અન્ય આરોપીઓમાં રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ અન્ય સંડોવાયેલા માણસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી.

બીજી તરફ પાંચ પૈકીનાં બે આરોપીઓ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાએ મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી.જેની સુનાવણી દરમિયાન આરોપી તરફે વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, રવિરાજસિંહ અને હરવિજયસિંહએ કયારે કોઈ ટોલ ઉધરાવેલ નથી કે ટોલનાકાના કર્મચારીઓને કોઈ ધમકી આપેલ નથી. અને જો અરજદારોને કહેવાતા ગુનામાં અટક કરવામાં આવે તો મારઝુડ કરી ખોટી રીતે ગુનાની કબુલાત કરવાના પ્રયત્નો થશે માટે આગોતરા જામીનને અરજીને મંજૂર કરવાની દલીલ કરી હતી. તો સામે પક્ષે સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, આરોપીઓએ ગંભીર પ્રકારનો ગુનો આચાર્યો છે. જો આગોતરા જામીન ઉપર મુકત કરવામાં આવશે તો, ફરીથી આ જ પ્રકારે ગુના આચરશે તેમજ ફરીયાદી તથા સાહેદોને ધાક ધમકી, લોભ-લાલચ આપી, ડરાવી ધમકાવી ફોડવા પ્રત્યનો કરી ફરીયાદપક્ષના કેસને નુકશાન પહોંચાડશે.વધુમાં પુરાવા મેળવવાના બાકી છે. તેથી આરોપીઓની હાલની જામીન અરજી રદ કરવા દલીલ કરી હતી.

બંને પક્ષની દલીલોને ધ્યાને લઈને મોરબીના બીજા અધિક સેશન્સ જજ વિરાટ બુદ્ધ સાહેબ દ્વારા આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની આગોતરા જામીન પર મુકત થવાની અરજી નામંજુર કરી હતી. નોંધનીય છે જે અગાઉ પણ બે આરોપીઓની આગોતરા જામીન અરજી નામદાર કોર્ટે ફગાવી દીધી હતી.

મોરબી જિલ્લામાં 6 દિવસમાં અધધધ 1.84 કરોડની વીજચોરી પકડાઈ
મોરબી : મોરબી જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા છ દિવસ વીજ ચેકીંગ ડ્રાઇવ ચલાવવામાં આવતા રહેણાંકના 157, કોમર્શિયલના 88 અને ખેતીવાડીના 16 કનેક્શનો મળી 261 કનેક્શનોમાં ગેરરીતિ થતી હોવાનું ખુલ્યું છે. મળેલ જાણકારી મુજબ પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ મૂળી તાલુકાના વિસ્તારોમાં તા.18થી 23 સુધી મોરબી, અંજાર, જામનગર અને ભુજની 30થી 35 ટિમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પ્રોટેક્શન અને એસઆરપી સાથે રાખવામાં આવી હતી. જેમાં કુલ રહેણાંકના 1488, કોમર્શિયલ 710, ખેતીવાડી 126 મળી કુલ 23234 વીજકનેકશનો ચેક કરવામાં આવતા રહેણાંકના 157, કોમર્શિયલના 88 અને ખેતીવાડીના 16 કનેક્શનો મળી 261 કનેક્શનોમાં ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. આ તમામ કનેક્શનધારકોને રૂ. 1.84 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ઈજનેર 2 લાખની લાંચ લેતા પકડાયા
મોરબી: એસીબી સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લા પંચાયતમા આસીસ્ટન્ટ એન્જીનિયર, માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદ જી. મોરબી. વર્ગ – 3મા ફરજ બજાવતા ઉમંગભાઇ ચૌધરી ગઈકાલે પી.એમ.આંગડીયા પેઢી, મોરબીના કર્મચારી પાસેથી રૂપિયા બે લાખની લાંચ લેવા જતા એસીબીના છટકામાં આવી ગયા હતા. વધુમાં ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જીલ્લા પંચાયત હસ્તક પી.એમ.જી.એસ.વાય. યોજનાના માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવે થી રાંસંગપર, નવાગામ, મેધપર, દેરાળાથી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ 19.6 કિ.મી.નુ ડામર રોડનુ કામ કરતા હોય જે થયેલ કામના રૂપિયા ત્રણ કરોડ ચાલીસ લાખનુ બીલ મંજુર થવા મોકલતા જે બીલની ફાઇલ મંજુર કરવા માટે આરોપીએ તેના અભિપ્રાય સાથે મોકલવાની હોય તે બીલની ફાઇલ મા અભિપ્રાય નહી આપતા સાહેદ પોપટભાઇ આક્ષેપીતને રૂબરૂ મળતા આક્ષેપીતએ પોતાને 0.75 ટકા લેખે વહિવટની માંગણી કરેલ હતી. આ બીલની રકમ મુજબ ફરીયાદીએ આરોપી લંચિયા અધિકારીને રૂ.2.55 લાખ આપવાના થતા હોય જે પૈકિ રૂ.2 લાખ આપી જવાનુ નક્કી કરેલ હોય ફરીયાદી આવી લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય મોરબી એ.સી.બી. કચેરીનો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવવામા આવેલ જે દરમ્યાન આ ફરીયાદીને આ કામના આક્ષેપીત સાથે વાત કરાવતા મોરબીમાં કોઇ પણ આંગડીયા ઓફીસમાં જઇ આંગડીયુ કરી રૂપિયા બે લાખ મોડાસા મોકલી આપવા જણાવેલ જેથી ફરીયાદી તથા પંચો સાથે મોરબી પી.એમ.આંગડીયા પેઢીમા જઇ આક્ષેપીત સાથે ફરીયાદીએ વાત કરતા ફરીયાદી તથા આંગડીયા પેઢીના કર્મચારી (સાહેદ) સાથે આક્ષેપીતએ હેતુલક્ષી વાતચીત કરી મોડાસા પી.એમ.આંગડીયા પેઢીમા આંગડીયુ કરાવવાનુ કહી લાંચ સ્વીકૃતિની માંગણી કરતા ફરીયાદીએ આક્ષેપિતના કહેવા મુજબ મુદાની નોટો પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારીને આપતા જેની સ્લીપ લખી આપતા પંચો રૂબરૂ મુદાની નોટો પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી કબ્જે કરી ઇજેનર વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીની પકડવા પર આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે. આ સફળ ટ્રેપની કામગીરી મોરબી એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ. રાણાએ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમના નિયામકના માર્ગદર્શન હેઠળ કરી હતી.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!