વાલાસણની મહિલાએ ઝેરી દવા પીઘી
વાંકાનેર: તાલુકાના કાસીયાગાળા ગામમાં ડીજે વગાડવા બાબતે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાન પર હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત વિરમ ધોળકિયાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.
વિરમભાઈ ભુપતભાઈ ધોળકિયા (ઉંમર વર્ષ 21) રહે.કાસીયાગાળા ગામ, તાલુકો વાંકાનેર)એ જણાવ્યું કે, તેના લગ્ન 5 માં મહિનામાં થયા, લગ્ન પ્રસંગમાં ઘર પાસે ડીજે વગાડતા હતા ત્યારે સામેવાળાઓએ ડીજે બંધ કરવાનું કહીં બોલાચાલી કરેલી.
જોકે તે બાદ ગઈકાલે બપોરે 2 વાગ્યા આસપાસ પોતે ગામના તળાવ પાસે હતો ત્યારે સામેવાળા બુટા નાનુ અને સવા વિહા તેમજ બાબુ કાનજીએ કોઈ ઝઘડો કરી લાકડી વડે માર મારતા માથે અને શરીરને મૂંઢ ઇજા થઈ હતી.
વાલાસણની મહિલાએ ઝેરી દવા પીઘી
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા મુન્નીબેન હંસરાજભાઈ ફુલતરીયા (ઉ.22) નામની મહિલાએ કોઈ કારણોસર પંચાસીયા મહિપતભાઈ કુંઢીયાની વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.