કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સરધારકાના ઓઢ ચેકડેમમાંથી યુવકની લાશ મળી

હત્યાની આશંકા

વાંકાનેર: તાલુકાના સરધારકા ગામ નજીક આવેલા ઓઢ ચેકડેમમાંથી ગઇકાલે એક અજાણ્યા 35-40 વર્ષની ઉંમરના યુવકની પાણીમાં લાશ તરતી હોવાની માહિતી મળી આવતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બોડીને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હોય, જેમાં મૃતકના શરીર પર ઇજાના નિશાનો સામે આવતા પોલીસે હત્યાની આશંકાએ તપાસ શરૂ કરી છે…

બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં આવેલ ઓઢ તરીકે ઓળખાતા ચેકડેમમાંથી એક 35 થી 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની માહિતી ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઝાલાએ પોલીસને આપતા જ વાંકાનેર તાલુકા પીએસઆઇ એલ. એ. ભરગા, ડીવાયએસપી સમીર સારડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જેમાં

લાશને પાણીમાંથી બહાર કાઢતા મૃતકના શરીર તથા માથાં પર તિક્ષ્ણ હથિયારથી ઇજાના નિશાનો સામે આવતા પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાના બનાવની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતકની ઓળખ મેળવવા તથા મોતનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ બનાવમાં પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક યુવાનની કોઈ અન્ય જગ્યાએ હત્યા કરાયેલ હોય અને લાશને અહીં ફેંકવામાં આવી હોવાની માહિતી મળી રહી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!