કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોઠારીયા નજીક કોથળાથી અજાણી યુવતીની લાશ મળી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હડમતીયથી કોઠારીયા તરફ જવાના રસ્તેથી એક અજાણી યુવતીની કોથળામા પેક કરેલી હાલતમાં લાશ મળી આવતા ભેદ ભરમ સર્જતી આ ઘટનામાં વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,

નોંધનીય છે કે, ફોરેન્સિક રિપોર્ટમાં પણ મૃત્યુનું ચોક્કસ કારણ સામે ન આવતા આ અજાણી યુવતીની ઓળખ મેળવવા અને બનાવનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…

મળેલ જાણકારી મુજબ વાંકાનેર તાલુકાના હડમતીયથી કોઠારીયા તરફ જવાના રસ્તે મોરબીના દલસુખભાઈ વાલજીભાઈ બોડાની વાડીના શેઢે વોકળાના કાંઠેથી કોથળામાં પેક કરેલી હાલતમાં અંદાજે 25થી 30 વર્ષની ઉંમરની અજાણી યુવતીની લાશ મળી આવતા વાંકાનેર પોલીસે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમમાં ખસેડી હતી. જો કે, ફોરેન્સિક પીએમમાં પણ મૃત્યુનું કારણ સ્પષ્ટ ન બનતા હવે વિશેરાના રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે…

ચંદ્રપુરમા ઘર પાસેથી બાઈક ચોરાઈ ગયું
વાંકાનેર: ચંદ્રપુર ગામે પાણીના ટાંકા પાસે રહેતા રફીકભાઈ અબ્દુલભાઈ મોળની માલિકીનું રૂપિયા 60 હજારની કિંમતનું મોટર સાયકલ કોઈ અજાણ્યા તસ્કરો ઘર પાસેથી ચોરી કરીને લઈ જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!