વાંકાનેર : તાલુકાના જામસર ગામ નજીક એક ખેતરમાંથી લાશ મળતા ખળભળાટ મચી ગયો છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક લખમણભાઈ રૂપાભાઈના મકાન પાસેથી અંદાજે 35થી 40 વર્ષના અજાણ્યા યુવાનની ખેતરમાંથી લાશ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.