કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ખોરાણાથી વાંકાનેર તરફના રસ્તે યુવકની લાશ મળી

હત્યા, આપઘાત કે અન્ય કોઈ કારણ?

રાજકોટ: ખોરાણા ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવકની કોહવાઈ ગયેલી લાશ મળી આવતા ખળભળાટ મચ્યો છે. હત્યા, આપઘાત કે અન્ય કોઈ કારણ? પોલીસે તપાસ શરૂ કરી છે. પાંચેક દિવસ મૃતદેહ પડી રહ્યો હોવાનો અનુમાન છે. ચહેરો ઓળખાઈ એવો ન હોવાથી શ્વાન કે અન્ય કોઈ પશુ ખોતરી ગયાની શંકા છે…

મૃતકના હાથ પર અંગ્રેજીમાં વિશાલ અને ગુજરાતીમાં માઁ ત્રોફાવેલ છે. ઓળખ કરવા અને વાલી વારસની શોધખોળ કરવા પોલીસની ટિમો કામે લાગી છે…

પોલીસ તરફથી મળેલી માહિતી મુજબ, કુવાડવા રોડ પોલીસ મથકે આ અંગે મૃત્યુ નોંધ કરવામાં આવી છે. એક અજાણ્યો પુરૂષ આશરે 35 વર્ષ વાળાનો મૃતદેહ તા. 29/10/2024 ના રોજ ખોરાણા ગામથી આગળ વાંકાનેર તરફ જતા રસ્તે રેલ્વે ટ્રેક પાસેથી સવારે 11.30 વાગ્યાં આસપાસ મળી આવેલ…

પોલીસને જાણ થતા 108 બોલાવતા ઈએમટી ડો.દિવ્યાબેનએ જોઇ તપાસી મોત જાહેર કરેલ. ત્યારબાદ પોલીસે મૃતદેહને ફોરેન્સીક પી. એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતકની ઓળખ થઈ શકી નથી અને વાલી વારસ પણ મળી આવેલ નથી.

જેથી લાશ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ છે. જે મરણજનારે શરીરે કાળા કલરનું ટુંકી બાયનું ટી-શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે…

શરીરે અંગ્રેજીમાં ડાબા હાથમાં વિશાલ તેમજ જમણા હાથમાં માઁ લખેલું જણાય આવે છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના મો. નં. 6359627428 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!