કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પ્રજાપતિ સમાજના અગ્રણી મૃત્યુ બાદ દેહદાન કરાયું

જીવન જીવ્યા ત્યાં સુધી સમાજના ઉપયોગી થયા અને અવસાન પછી પણ દેહદાન થકી સમાજને ઉપયોગી થવું એનાથી મોટું એકેય પરોપકારી કાર્ય નહિ : મૃતકના પુત્ર

વાંકાનેર: માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી પણ સમાજ અને દેશને કેટલો ઉપયોગી થયો એ મહત્વનું છે. આ વાતને વાંકાનેરના પ્રજાપતિ સમાજના અગ્રણી અને તેમના પરિવારે સાર્થક કરી બતાવી છે. વાંકાનેરના પ્રજાપતિ સમાજના અગ્રણી જીવ્યા ત્યાં સુધી તો તમામ રીતે સમાજને ઉપયોગી થયા પણ એમના અવસાન બાદ પણ સમાજને ઉપયોગી થઈને સાચો માનવ ધર્મ અપનાવ્યો છે. આજે વાંકાનેર પ્રજાપતિ સમાજના અગ્રણીનું જૈફ વયે અવસાન થયા બાદ તેમના પરિવારે સ્મશાન યાત્રા ન કાઢી અને અંતિમ વિધિ ન કરીને પિતાના નશ્વર દેહનું દાન કરી દીધું છે. આ સમગ્ર સમાજ માટે પ્રેરણા લેવા જેવી ઉમદા બાબત છે.

વાંકાનેરના પ્રજાપતિ સમાજના અગ્રણી અને વાંકાનેરના મીલ પ્લોટ ચોકમાં આવેલ મામાદેવના મંદિર પાસે રહેતા 86 વર્ષીય ડાયાભાઈ માવજીભાઈ મૈંજડિયાનું આજે વહેલી સવારે સાયલન્ટ એટેકથી અવસાન થયું હતું. આ અંગે તેમના મોટા પુત્ર મુકેશભાઈ ડાયાભાઈ મૈંજડિયાએ કહ્યું હતું કે વર્ષોથી અમારા પૂર્વજોએ અમારા આખા વંશવેલામાં સમાજને બને ત્યાં સુધી ઉપયોગી થવું એવા સંસ્કારોનું સિંચન કર્યું છે. તેના કારણે તેમના પિતા ડાયાભાઈ નાનપણથી કર્મયોગી અને શ્રમયોગી હતા. તેઓએ આમરસિંહજી મિલમાં વર્ષો સુધી નોકરી કર્યા બાદ જાત મહેનતથી ઉધોગ ઉભો કર્યો અને ઉધોગનું વર્ષો સુધી પ્રમાણિકતાથી સંચાલન કર્યું હતું. જો કે તેમના પિતા શરુઆતથી સમાજ સેવાના કાર્યમાં જોડાયેલા હતા. પોતાની જ્ઞાતિના લોકોને જ નહીં પણ બીજા સમાજના લોકોને પણ બનતી રીતે ઉપયોગી થતા. આ કોઈ દેખાવ કે દભ માટે સમાજ ઉપયોગી કાર્ય કરતા ન હતા. પણ પોતાની આંતરઆત્માના આવાજને અનુસરતા હતા.

મુકેશભાઈ વધુમાં કહે છે પિતાના મૃત્યુ પછી દેહદાન કરવાની ઈચ્છા મારા અને તેમના ભાઈના મનમાં પ્રગટી હતી. જો કે એ પિતાએ આપેલા સંસ્કારો અને સમાજને ઉપયોગી થવાની એમની ભાવનાના બીજ અમારામાં પણ રોપ્યા છે. એટલે જ પિતાના મૃત્યુ પછી દેહદાન કરવાનો અમે બે ભાઈઓએ નક્કી કર્યા બાદ પિતા હયાત હતા અને એકદમ તંદુરસ્ત હતા ત્યારે એમના સમક્ષ વાત મૂકી હતી. મેં પિતાજીને કહ્યું હતું કે, તમારું અવસાન થાય પછી દેહદાન કરીએ અને બીજી જિંદગીઓને નવી જિંદગી આપી શકાય. આ વાત જાણીની પિતાજી ભારે ખુશ થયા અને એમણે મને કહ્યું કે, મારા મર્યા પછી દેહદાન કરવું એ સર્વોત્તમ કાર્ય છે. મને પૂછવા પણ રોકાતા નહિ અને વિના સંકોચે મારુ દેહદાન કરી નાખજો, હું જીવનભર બીજાને ઉપયોગી થયો અને મર્યા પછી પણ ઉપયોગી થાવ તો મારા જેવો કોઈ સોભાગ્યવાન બીજો કોઈ નહિ હોય. આમ પિતાએ આવસન પહેલા જ મને સળગવતાં નહિ પણ મારું દેહદાન કરજો એવી સંમતિ પણ આપી હતી. આમ તો પિતાજી જીવ્યા ત્યાં સુધી કડેધડે હતા. 86 વર્ષે પણ નખમાય રોગ ન હતો. આ તો સાયલન્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું છે અને હવે તેમના મૃતદેહને દાહોદમાં સોંપી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ સ્મશાન યાત્રા ન કાઢીને અંતિમદાહ ન કરીને લાકડાનો બચાવ કરીને પર્યાવરણની રક્ષાનું પણ કામ કર્યું છે. તેમની બધી વિધિઓ બંધ રાખી છે. આમ જીવ્યા ત્યાં સુધી ઉપયોગી થયા પણ અવસાન પછી પણ દેહદાન થકી બીજી જિંદગીને નવી જિંદગી મળશે એ રીતે સમાજને ઉપયોગી થવું એનાથી મોટો પરોપકારી કાર્ય બીજું કોઈ હોઈ ન શકે તેવું તેમણે જણાવ્યું હતું.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!