હજુ સુધી આરોપી પકડાયેલ નથી
ચાર સભ્યોની તપાસ સમિતિ બનાવાઈ
મીડિયા અહેવાલ મુજબ કુલ 87 કરોડ જેટલું કૌભાંડ
દૈનિક 800 થી એક હજાર જેટલા વાહનોની સંખ્યા ટોલનાકા ઉપરથી વધે તેવી શક્યતા
વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે આવેલ કેન્દ્ર સરકાર સંચાલિત ટોલ પ્લાઝાનું સંચાલન હાલમાં સેફ વે નામની કંપનીને સોંપવામાં આવ્યું છે. આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ટોલનાકા ઉપર લેવામાં આવતો ટોલની અડધી રકમ કરતા પણ ઓછી રકમ લઈને ત્યાંથી વાહનોને પસાર થવા દેવામાં આવતા હતા.
તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા, જે બાબતના સમાચારો પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો અને વાંકાનેરના પ્રાંત અધિકારી એ.એચ. સેરસિયાને આ અંગેની તપાસ સોંપવામાં આવેલ છે ત્યારબાદ વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા હાલમાં મામલતદાર, ટીડીઓ, પીઆઇ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી આમ કુલ મળીને ચાર અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે અને આ ચારેય અધિકારીઓ સંયુક્તમાં ગેરકાયદે બની ગયેલા ટોલનાકાની જુદીજુદી દિશામાં તપાસ કરશે અને તેઓ રિપોર્ટ આપશે તેના આધારે વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને ફાઇનલ રિપોર્ટ આપવામાં આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હજુ સુધી આરોપી પકડાયેલ નથી. વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે અગાઉ દૈનિક આ ટોલ પ્લાઝા ઉપરથી 24 કલાકમાં 7000 જેટલા વાહનોની અવરજવર થતી હતી જોકે ગેરકાયદે ટોલનાકા બંધ કરાવવામાં આવ્યા બાદ આઠ કલાકમાં 300 થી 350 જેટલા વાહનોની સંખ્યામાં વધારો થયેલ છે અને લગભગ 24 કલાકમાં 800 થી એક હજાર જેટલા વાહનોની સંખ્યા દૈનિક આ ટોલનાકા ઉપરથી વધે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો