સ્થાનીક પોલીસ તંત્રની વરવી ભૂમિકા
વાંકાનેર: વઘાસીયા પાસે બોગસ ટોલનાકા અંગે સોમવારે સાંજે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોફરન્સ યોજી પત્રકારોના સવાલોના જવાબો આપ્યા હતા.
ટોલનાકાના સંચાલકો દ્વારા કલેકટર અને એસપીને રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે કેમ કોઈ પગલાં લેવાયા નહોતા? પૂછતાં અધિકારીએ જવાબ આપ્યો હતો કે (1) તંત્રની ટીમને મોકલી હતી, પણ નેશનલ હાઇવે ઓથોરિટી કે ટોલટેક્સ એજન્સીના અધિકારીએ ફરિયાદ નોંધાવી નહોતી,
છેલ્લા દોઢેક વર્ષથી ઉઘરાણા કરવામાં આવતા હતા, તે મુદ્દે પૂછતાં (2) એસપીએ જવાબ આપ્યો હતો કે રૂપિયા ઉઘરાવે છે, તેવી માહિતી નહોતી, વૈકલ્પિક રસ્તો બનાવી વાહનો પાસ કરવામાં આવે છે, તેવી ફરિયાદ મળી હતી.
આરોપી અમરશીભાઇ પટેલ પાટીદાર સમાજના આગેવાન જેરામભાઈ વાંસજાળિયાનો દીકરો છે કે શું? (3) જવાબમાં તેની માહિતી એસપી પાસે નહોતી.
કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે ડીવાયએસપી અને એસડીએસ કક્ષાની ટિમ બનાવીને તપાસનો આદેશ આપેલ છે તેના રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ખુલાસા પછી કેટલાક સવાલોના જવાબ મળતા નથી
(1) નેશનલ હાઇવે ઓથોરિટી કે ટોલટેક્સ એજન્સીના અધિકારીને ધમકી મળતી હતી, એવો ઉલ્લેખ હાલ નોંધાયેલ એફઆઇઆરમાં છે, આમ છતાં તેમણે શા માટે ફરિયાદ ન કરી? અત્રે પોલીસ ફરિયાદી બની તો ત્યારે કેમ ન બની? મોકલેલ તંત્રની ટીમનો શું અહેવાલ આવ્યો હતો?
(2) બની શકે કે ઉઘરાણા અંગે એસપીને જાણ ન હોય પણ સ્થાનિક પોલીસ તંત્ર આનાથી અજાણ કેવી રીતે હોય? પોલીસ વાહનની લોગબુકમાં અહીંથી પોલીસ વાહન કેટલી વાર પસાર થયું એ કોણ તપાસશે? અને જો માહિતી ન હોય તો આવી બેદરકારી સામે એસપી શું પગલાં ભરશે? ઉઘરાણા અંગે તા: 30 સપ્ટેમ્બર 2023ના નવા વધાસીયા ગામે રહેતા કિશોરભાઈ પોપટભાઈ મકવાણાએ જગદીશભાઈ નારણભાઈ સોલંકી, કિશોરભાઈ નારણભાઈ સોલંકી અને પારસભાઈ મહેશભાઈ સોલંકી સામે પોલીસ ફરિયાદ કરી હતી કે આરોપી જગદીશભાઈ સોલંકીએ ફરિયાદીને કહ્યું હતું કે “એક દિવસના અહીંથી વાહન નીકળવાના પૈસા કેમ ઉઘરાવીયા છે?” એવું કહીને ફરિયાદી યુવાને ગાળો આપી હતી અને કાઠલો પકડીને કિશોરભાઈ સોલંકીએ માર મારી ગાળો આપી હતી અને પારસભાઈ સોલંકીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થઇ હતી, પછી સ્થાનિક પોલીસ તંત્ર અજાણ કઈ રીતે હોઈ શકે? ઉઘરાણા બાબતે ત્યારે પોલીસે કોઈ તપાસ કરી હતી કે કેમ?
(3) એફઆઇઆરમાં ઉઘરાણાના સમયગાળા કે કેટલા લાખ-કરોડની રકમનો ઉલ્લેખ કેમ નથી?
(4) ક્લેક્ટરશ્રીનો દાવો છે કે કડક કાર્યવાહી કરાશે, આરોપી પૈકી અમરશીભાઇ મીડિયા અહેવાલો મુજબ સીદસર ઉમિયા ધામ પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાના પુત્ર છે અને બીજા આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલા છે, જે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિદેવ અને ગામના સરપંચ હોવાની માહિતી મળી છે, ત્યારે તપાસ અને કડક કાર્યવાહીને રાજકારણનો એરૂ તો નહીં આભડી જાયને? ઉલ્લેખનીય છે કે સ્થાનિક ભાજપમાં બે ગ્રુપ છે. દોઢ વર્ષથી ચાલતા બોગસ ટોલપ્લાઝા અંગે કોઈના આશીર્વાદ હતા કે કેમ ?
(5) હવે ત્યાં પોલીસ ગોઠવાશે, વ્હાઇટ હાઉસમાંથી વાહનો પસાર કરી ઉઘરાણા પહેલા નવા વઘાસીયામાંથી ટેક્સ બચાવવા ચાલતા વાહનો પાસેથી દાળિયા (મજુર) કોણ રાખતું હતું? ઉઘરાણા ક્યારથી ચાલતા હતા? રોજ કેટલા વાહનો પાસેથી કેટલા રૂપિયાનો સાંજ પડે કેટલો વકરો થતો હતો? જો ઊંડી અને સાચી તપાસ થાય તો આ આંકડો ચોંકાવનારો હશે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો