રાતીદેવરીમાં બન્ને પગના નળાના ભાગે માર માર્યો
વાંકાનેર તાલુકાના કાછીયાગાળામાં પસાર થતી નર્મદાની લાઈનમાં ગેરકાયદેસર કનેશન માટે લાંચ માંગવાના કેસમાં બે આરોપીઓના મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે જામીન મંજુર કર્યા છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના ઢાંકી ગામથી રાજકોટ જીલ્લાના હડાળા ગામ સુધી નર્મદા પાણીની લાઈન નાખવામાં આવી છે. જે લાઈન વાંકાનેર તાલુકાના કાછીયાગાળામાંથી પસાર થાય છે. ફરીયાદી તથા તેના મિત્ર દ્વારા કાછીયાગાળાના સર્વે નંબરમાંથી પસાર થતી નર્મદા પાણીની લાઈનમાંથી ગેરકાયદેસર કનેક્શન મેળવવામાં આવ્યું હતું. આ મામલે આરોપી સુમાર ઉર્ફે સમીર નુરમામદ જુણેજા અને હિરેન ઉર્ફે બાપુ ચંદુભાઈ કોટડીયાએ ફરિયાદી પાસે એવી માંગ કરી હતી કે તેઓ આ ગેરકાયદેસર કનેક્શન દૂર નહીં કરે અને આ અંગેનો કોઈ કેસ પણ નહીં કરે પરંતુ બદલામાં ફરિયાદીએ બંને આરોપીઓને લાંચ આપવી પડશે.
ફરીયાદીએ આ સંદર્ભે એ.સી.બી. પોલીસને જાણ કરતા, મોરબી એ.સી.બી. પોલીસે ટ્રેપ ગોઠવતા બન્ને આરોપીને ઝડપી લીધા હતા જે આરોપીઓએ વકીલ ચિરાગ ડી કારીઆ મારફત જામીન મેળવવા માટે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં વકીલ ચિરાગ કારીઆ અને તેની ટીમે ધારદાર દલીલો રજુ કરી તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે
રાતીદેવરીમાં બન્ને પગના નળાના ભાગે માર માર્યો
જાણવા મળ્યા મુજબ ફરિયાદી પાર્થ કમલેશભાઇ ગોહેલ (ઉ.વ.૨૦, રહે. ગઢની રાંગ, હનુમાન શેરી, વાંકાનેર)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી પાચો મુધવા, હિતેષ લામકા, ભુપત ફાંગલીયા તથા રતો ગમારા (રહે. બધા રાતીદેવરી) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૯ના રોજ સાંજના સમયે ફરિયાદી પોતાની ઇકો કાર લઇને રાતીદેવરી ગામે પેસેન્જર ઉતારવા માટે ગયો હોય ત્યારે ત્યાં ઉપરોક્ત આરોપીઓ આવી ‘તું રતા ગમારાના પેસેન્જર કેમ તોડે છે ?’ કહી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી બોલાચાલી કરતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી પાચાએ ફરીયાદીનો કાઠલો પકડી નીચે પાડી તેમજ આરોપી હીતેષ લામકાએ તેના હાથમા રહેલ લોખંડના પાઇપ વતી ફરીયાદીને બન્ને પગના નળાના ભાગે માર મારી મુઢ ઇજા કરી તેમજ આરોપી ભુપતએ તેના હાથમા રહેલ લાકડી વતી ફરીયાદીને માથાના ભાગે માર મારી મૂઢ ઇજા કરી તેમજ આરોપી રતાએ આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ભુડા બોલી ગાળો આપી શરીરે ઢીકા પાટુનો મૂઢ માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ બનાવમાં ભોગ બનનાર પાર્થભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 504, 114 તથા જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….