આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તા માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત
વાંકાનેર: તાલુકાના મહિકા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ જેવી માતૃત્વ સબંધિત સેવાઓ, બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટુંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ જેવી બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી, દર્દી કેન્દ્રિત સેવાઓની ઉપલબ્ધ્તાઓ, સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી સહિત જરૂરી તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણીના પરિણામ સ્વરૂપે મહીકા આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયુ છે.
આ સિદ્ધિ આરોગ્ય કેંદ્રમાં સારા મેનેજમેન્ટ, સુસજ્જ સુવિધાઓ અને સમર્પિત આરોગ્ય કર્મચારીઓની મહેનતનું પરિણામ છે અને ભવિષ્યમાં પણ મોરબી જિલ્લાના અન્ય વધુ આરોગ્ય કેન્દ્રો/આયુષ્માન આરોગ્ય મંદિરો નેશનલ લેવલે પ્રમાણિત થાય તે માટે કાર્યવાહી ચાલુ છે. આરોગ્ય ક્ષેત્રે વધુ સુધારણા કરી અને આ પ્રકારના ગુણવતા માપદંડો પ્રાપ્ત કરે તે માટે સરકાર અને આરોગ્ય તંત્રના સંયુક્ત પ્રયત્નો સતત ચાલુ છે.
નેશનલ લેવલથી NQAS સર્ટિફિકેટ માટે ક્વોલિફાઇડ થાય એ માટે જિલ્લાની ટીમ જિલ્લા QAMO શ્રી હાર્દિક રંગપરિયા સર, THO શ્રી ડૉ. આરીફ શેરસિયા અને તેમની મેન્ટરિંગ ટીમના માર્ગદર્શન અને સતત મુલાકાતના પરિણામ સ્વરૂપે મહિકા આયુષ્યમાન આરોગ્ય મંદિરને NQAS નું સર્ટિફિકેટ મળ્યું છે.
મળેલ સિદ્ધિ બદલ આયુષ્યમાન આરોગ્ય મંદિર મહિકાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એંજલ પ્રવાસી, મેલ હેલ્થ વર્કર અશ્વિન જેઝરિયા અને ફિમેલ હેલ્થ વર્કર વંદના વ્યાસ દ્વારા મુલાકાતી ટીમ અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવે છે.


