વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામના સરપંચ (મો: 70161 15600) ના સગા સાળાએ લગ્નની પ્રથમ વર્ષગાંઠ પહેલા આપઘાત કરી લીધો છે. રાજકોટમાં યુવકે સાસુ અને સાત દિવસથી રિસામણે ગયેલી પત્નીથી કંટાળી કર્યો આપઘાત કર્યાનું બહાર આવ્યું છે. એરપોર્ટ પોલીસે ગુનો નોંઘી તપાસ હાથ ધરી છે.
રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોરના નવાપરામાં રહેતાં સંજયભાઇ લક્ષમણભાઇ બાવળીયા (ઉ.વ.30) નામના યુવાને સાંજે રૂમ બંધ કરી છતના હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આગામી 22મીએ આ યુવાનના લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી એ પહેલાં તેણે આ પગલું ભરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
ઉલ્લેખીનય છે કે, જુગાર રમવાની ટેવ ધરાવતી પત્ની અને સાસુ જુગાર રમવાના પૈસા માગી ધમકાવી તેમજ બાદમાં છુટાછેડા માગી જો 5 લાખ નહિ આપો તો બધાને પોલીસમાં ફીટ કરાવી દઇશું તેવી ધમકી આપતાં પત્ની-સાસુના ત્રાસને કારણે તે મરવા મજબૂર થયાનું પોલીસ તપાસમાં સામે આવતા આપઘાત કરવા મજબુર કરનાર પત્ની અને સાસુ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મૃતક બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તા: 4 ના આપઘાત કરનાર સંજયભાઇ- બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો અને રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં નોકરી કરતો હતો. તેના લગ્ન રાજકોટ કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા દિનેશભાઇ પંચાળા અને મધુબેન પંચાળાની દીકરી પલ્લવી સાથે એક વર્ષ પહેલા જ થયા હતા. મૃતકના પિતા ફેબ્રિકેશનનું કામ કરે છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો