અકસ્માતના બનાવમાં ઇજા
વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ખાતે મફતીયા પરા વિસ્તારમાં રહેતા યુવાનને તેના ત્રણ ભાઈઓ દ્વારા મકાન ખાલી કરવા માટે થઈને ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતીદેવડીમાં મફતિયાપરા વિસ્તારમાં રહેતા જયેશભાઈ પુંજાભાઈ વિકાણી (૩૦) નામના યુવાનને તેના ત્રણ સગા ભાઈ અશોકભાઈ, દીપકભાઈ અને સાગરભાઇએ ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા જયેશભાઈને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ સાથે લઈ જવામાં આવે છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે વધુમાં ઇજા પામેલા જયેશભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, તેઓ તેના પત્ની સહિતના પરિવારજન સાથે ત્યાં રાતી દેવડી ગામ પાસે મફતીયપરા વિસ્તારમાં રહે છે અને ત્યાંથી તેઓનું ઘર ખાલી કરવા માટે તેના સગા ભાઈ અશોકભાઈ, દીપકભાઈ અને સાગરભાઇએ તેઓની સાથે ઝઘડો કર્યો હતો અને તેને માર માર્યો હતો વધુમાં માહિતી આપતા તેને જણાવ્યું હતું કે, અગાઉ પણ તેના ભાઈઓ દ્વારા તેની સાથે મકાન ખાલી કરવા બાબતે બોલાચાલી અને માથાકૂટ કરવામાં આવી હતી જે બાબતે જેતે સમયે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને વધુ એક વખત મકાન ખાલી કરવા માટે તેને હાલમાં તેને માર મારવામાં આવ્યો છે
અકસ્માતના બનાવમાં ઇજા
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રહેતો રાજેન્દ્ર મનમથા ઘડાઈ (૩૨) નામનો યુવાન બપોરના સમયે બાઇક લઈને મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે લીલાપર રોડ ઉપર કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે