ટંકારા: તાલુકાના સરાયા ગામના ઇરફાનભાઈ ઈબ્રાહીમભાઈ જુણેજા (ઉ.વ.૨૪) એ ફરીયાદ લખાવી છે કે તા. ૧૬/૧૧/૨૦૨૪ ના વાડીએથી ભેંસો લઈને ઘરે પહોચલ તે દરમ્યાન નયુમભાઈ મુસાભાઇ વીકીયા તેની ઘોડી લઇને ભેંસોની બાજુમાથી નીકળતા ભેંસો ઘોડીથી ભડકતા
ઘોડી થોડીક દુર રાખીને ચાલવાનું કહેતા નયુમ ગાળો બોલીને જતો રહેલ આ બનાવ બાબતે ફરિયાદીના મામા કાળુભાઇને કહેતા સરાયા બસ સ્ટેશને નયુમ તેની ઘોડી લઇને ઉભેલ હોય જેથી ઠપકો આપવા જતા આ નયુમે લાકડી વડે મને જમણા હાથે મારી ઇજા કરેલ અને
આ નયુમનો નાનો ભાઇ અયુબ ત્યા તેની રીક્ષા લઇને ઉભેલ હોય તે દુકાનની બાજુમા પડેલ પાવડો લઇ હથીયાર તરીકે ઉપયોગ કરી ફરિયાદીને મારેલ. દેકારો થતા આજુબાજુ વાળા મેબુબભાઇ વીકીયા, સારુખભાઈ વીકીયા તથા આશીફભાઇ વીકીયા વીગેરે માણસો વચ્ચે પડી છોડાવેલ. બાદમાં ટંકારા સરકારી દવાખાને સારવાર લીધેલ. પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે….