પંચાસીયા, વણજારા, જાલીડા, કાશીપર, સરતાનપર, જડેશ્વર અને પાંચદ્વારકામાં દારૂ વેંચતા આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી






આ અગાઉ રાજુભાઇ બધાભાઇ કોંઢીયા પંચાસીયા ગામની સીમમાં સજનપર જવાના રોડ પર પોતાના કબ્જામાં રૂપિયા ૧૨૦ની કિમતના ૦૬ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી જીતેન્દ્રભાઈ જેઠાભાઈ સુરેલા નવાપરા વાસુકીદાદાના મંદીર પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી કુલદીપભાઇ રાજુભાઇ ખાચર જાલીડા ગામની સીમમાં આવેલ ફોમેક્ષ કારખાનાની સામે પોતાના કબ્જામાં રૂપિયા ૮૦ની કિમતના ૨ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. સુખાભાઇ પોપટભાઇ ધોરીયા કાશીપર ગામના બસ સ્ટેન્ડ પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી રૂપાભાઇ જીવણભાઇ દેકાવાડીયા સરતાનપર ગામની સીમ મોટો સિરામીક પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૨૦૦ની કિમતના ૧૦ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. ઘનેશ ઉર્ફે ઘનાભાઇ વશરામભાઇ જખાણીયા જડેશ્વર મંદીર પાસે, ટોળનાં કાચા રસ્તે પોતાના કબ્જામાં રૂપિયા ૪૦ની કિમતના ૨ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. સવજીભાઇ નારૂભાઇ જખાણીયા પાંચદ્વારકાથી પ્રતાપગઢ જતા રોડ પર પુલીયા પાસે નદીના પટમાંથી પોતાના કબ્જામાં રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.