ઈજાગ્રસ્ત રાજકોટ દવાખાનામાં સારવાર હેઠળ
વાંકાનેર: તાલુકાના લુણસરીયા સિમ વિસ્તારમાં સેઢા પાડોશી વચ્ચે ઢોર સેઢે બાંધવાની ના પડતા ધારિયાના ઘા ઝીંકયાનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ તાલુકાના લુણસરીયા વાડીએ રહેતા ચતુરભાઇ તેજાભાઇ જીંજરીયા (ઉ.વ.૪૩) ફરીયાદમાં લખાવેલ છે કે તા.૦૧/૦૭/૨૦૨૪ ના રોજ તળાવિયા સીમમા તેમની તથા સોમાભાઈ તેજાભાઈની વાડી એક સેઢા પર આવેલ છે. સોમાભાઈ માલઢોર લઈ
સેઢે બાંધવા આવેલ મેં ના પાડતા તેને મને કહેલ કે ‘હુ અહિયા જ બાંધીશ’ તેમ કહી ફરિયાદીને કહેલ કે ‘તારાથી થાય તે કરી લે” દરમ્યાન તેનો દીકરો સંજય તથા સોમાભાઈના પત્નિ પાચુબેન પણ આવી ગયેલ અને ત્રણેય જણાએ જેમ ફાવે તેમ ગાળો દેવા લાગતા ગાળો નય દેવાનુ કહેતા સંજયભાઇએ ધારીયાનો ઘા ડાબા કાનના બુટ પર તેમજ ડોકના ભાગે અને છાતીના ભાગે તેમ જ જમણા પગના નળાના ભાગે
મારેલ અને સોમાભાઈએ ધારીયા વતી ડાબા પગમા નળાના પાછળના ભાગે મારેલ. ફરિયાદી નીચે પડી ગયેલ. આરોપી માર મારી ત્યાંથી જતા રહેલ. ત્યા આવી ગયેલ સુરેશભાઈએ મારા ભત્રીજા જીતેશભાઈ ભુપતભાઈ જીંજરીયાને ફોન કરી જાણ કરતા જીતેશે મારા દીકરા
આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

સંતોષને જણ કરતા કારખાનાથી વાડીએ આવેલ અને આ દરમ્યાન મારા પત્નિ જશુબેન પણ આવેલ હતા અને સંતોષ મોટરસાયકલમા વાડીએથી સારવારમાં વાંકાનેર અને પછી વધુ સારવાર માટે રાજકોટ સરકારી દવાખાને દાખલ થયેલ છે.
આરોપીઓ વિરુદ્ધ નવા કાયદાની કલમ 115(2), 118(1), 352, 54, તથા જીપી એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધી પોલીસ ખાતાએ તપાસ શરૂ કરી છે