મૃતદેહ મળ્યો: પોલીસ તપાસ ચાલુ
વાંકાનેર: આ બનાવની વિગત મુજબ સિરામિક ફેકટરીમાં નોકરી કરતો યુવક મનોજ ગોરધનભાઇ દેસાઇ (ઉં. વ.૩૭) ગત તા.૧૭ ના રોજ ધરેથી ગયો હતો અને મિત્રના ધરે રાંદલ માં જવાનું કહીને ગયેલ. આ યુવક દ્વારા ૧૮ તારીખે પોતાની પત્નીને ફોન કરીને કહ્યું હતું કે તે કાલ સુધીમાં ધરે આવી જશે, પરંતુ તે સમયે યુવક ધરે ન પહોંચતા પરિવારજનો દ્વારા ફોન કરવાની કોશિશ કરી હતી; પરંતુ ફોન સતત બંધ આવતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો અને ૧૯ તારીખે પોલીસને યુવકના ગુમ થયા અંગે જાણ કરી હતી. જે બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી હતી.


આ દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસને સરતાનપર રોડ પર અવાવરૂ ઓરડીમાં કોહવાયેલી હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી, તેમજ ઓરડી પાસે એક બાઇક પણ બિનવારસુ હાલતમાં પડ્યું હતું; જેથી વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મોરબીના ગુમ થયેલ યુવકના પરિવારજનોને ઓળખ માટે બોલાવ્યા હતા, જ્યાં આ મૃતદેહ મોરબીના ગુમ થયેલ યુવાન મનોજ ગોરધનભાઇ દેસાઇનો હોવાનું ખૂલ્યું હતું.


જે બાદ મૃતદેહ ને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.અને યુવકે ઝેરી દવા પી ને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે આ યુવકે શા માટે એવું પગલું ભર્યું, તેનું કારણ જાણવા વાંકાનેર તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
છેલ્લા સમાચાર મુજબ એને બદનામી થવાનો ડર હતો.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
